ટેકનોલોજીનાં આધુનિક યુગમાં યુવાનવર્ગ અવનવી શોધ કરતો થયો છે ત્યારે હાલમાં આવી જ એક અનોખી શોધને લઈ જાણકારી સામે આવી રહી છે. રાજસ્થાનમાં આવેલ અલવર જિલ્લાના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ ફોર સીટર ઈલેક્ટ્રિક કાર તૈયાર કરી છે.
દેખાવમાં એ ગોલ્ફ કાર જેવી જ છે. સમગ્ર દેશ-વિદેશમાં અનેકવિધ ઓટોમોબાઈલ કંપનીઓ ઈલેક્ટ્રિક કાર બનાવીને માર્કેટમાં ઉતારી ચૂકી છે. યુવાનોએ બનાવેલ આ કાર બીજી કારની સરખામણીમાં ખૂબ જ સસ્તી છે. સતત વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ તથા પર્યાવરણ પ્રદૂષણના ભયને ધ્યાનમાં રાખીને આ વિદ્યાર્થીઓએ કાર બનાવી છે.
અલવરમાં આવેલ લક્ષ્મી દેવી ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી કોલેજના વિદ્યાર્થીઓની ટીમ દ્વારા આ કાર ફક્ત 75,000ની કિંમતે તૈયાર કરવામાં આવી છે. ખાસ વાત તો એ છે કે, આ કાર વીજળીથી ચાર્જ થવાની સાથે-સાથોસાથ સોલર એનર્જીથી પણ ચાલી શકે છે.
અણી સાથે જ કાર એક વખતમાં ફુલ ચાર્જમાં તૈયાર થઈ જાય તો 100KM સુધી ચાલી શકે છે. પ્રોજેક્ટના ટીમ લીડર અંકિત કુમાર જણાવે છે કે, આ કારને 7 વિદ્યાર્થીઓએ મળીને તૈયાર કરી છે. પ્રોજેક્ટ પૂરો કરવા માટે ફક્ત 5 મહિનાનો સમય લાગ્યો હતો.
સ્માર્ટ પાર્કિગનું મોડલ બનાવી રહ્યા હતા, HODએ જણાવ્યું કે, ભવિષ્યને વિચારી કંઈક મોટું કરો:
ગ્રુપ લીડર અંકિત કુમાર અલવરિયા જણાવે છે કે, સૌપ્રથમ તો તેમની ટીમ એક સ્માર્ટ પાર્કિગનું નાનું મોડલ તૈયાર કરવાના હતા જેથી ઝડપથી આ પ્રોજેક્ટ પૂરો કરી શકે અને કોર્સ પતી જાય પણ કોલેજના HOD રજનીશ કુમાર મિત્તલે વિદ્યાર્થીઓને કંઈક મોટું તથા ભવિષ્યને ધ્યાનમાં રાખી કઈંક બનાવવાનું સૂચન કર્યું હતું.
આની સાથે જ તેમણે જણાવ્યું હતું કે, હાલમાં દુનિયામાં સૌથી વધારે ચાલતો જે મુદ્દો છે એ મુદ્દાને ઉકેલવા માટે કંઈક બનાવવામાં આવે. મિત્તલ સરની વાત તેમજ પેટ્રોલ-ડીઝલનાં સતત વધતા જતા ભાવને ધ્યાનમાં રાખી આ ઈલેક્ટ્રિક કાર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલથી હટીને લોકો સોલર એનર્જીનો ઉપયોગ કરશે:
વિદ્યાર્થીઓના ગાઈડ પ્રોફેસર સોનુ મનધેરના જણાવે છે કે, હાલના સમયમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ સતત વધતા જઈ રહ્યા છે. એક સમય એવો આવશે કે, જ્યારે નેચરલ ઈંધણ પૂર્ણ થઈ જશે ત્યારે લોકો ભવિષ્યમાં સોલર એનર્જી તથા વીજળીથી ચાલવાવાળી ગાડીઓ વધુ વાપરશે.
કાર બનાવનાર ટીમ:
તેમની ટીમમાં ગ્રુપ લીડર અંકિત કુમારની ઉપરાંત મોહિત મીણા, મનોજ વર્મા, નવાન ડબાસ, ગૌરવ કુમાર, મનોજ સાયની અને શ્વેતા સેરવાલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.