મધ્યપ્રદેશ: હાલમાં મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મોહરમ જુલુસ માટે પરવાનગી ન મળવા બદલ કથિત ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવવાનો મુદ્દાએ ભારે જોર પકડ્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ 45 સેકન્ડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવક તે જ સ્થળે તિરંગો ફરકાવી રહ્યો છે જ્યાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા.
ઉજ્જૈનના અનિલ ધર્મે ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ અને ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા લગાવ્યા અને તિરંગો ફરકાવ્યો હતો. આ દરમિયાન, કેટલાક વધુ લોકો જોડાયા અને બધાએ સાથે મળીને સૂત્રોચ્ચાર કર્યા હતા. સૂત્રોચ્ચાર અને તિરંગો ફરકાવતા કેટલાક લોકોએ વીડિયો બનાવ્યો. હાલમાં આ 45 સેકન્ડનો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
ઉજ્જૈન શહેરમાં ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવતા અને તિરંગો લહેરાવતા લોકોનો 45 સેકન્ડનો આ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ તે જ જગ્યા છે જ્યાં કથિત રીતે ભૂતકાળમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા જેનો વિવાદ થયો હતો. તે જ સ્થળે અનિલ ધર્મે નામના યુવકે ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા અને તિરંગો પણ લહેરાવ્યો હતો.
આ સાથે જ એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે જેણે સોશિયલ મીડિયામાં પાકિસ્તાનનો ઝંડો લગાવીને ભારત માતા અને હિન્દુસ્તાન વિરુદ્ધ વાંધાજનક શબ્દો લખ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ કેસમાં પોલીસ સ્ટેશન ચીમનગંજ મંડી દ્વારા આરોપીની ધરપકડ કરી રાજદ્રોહની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ઉજ્જૈનના થાના ખારા કુઆન વિસ્તારમાં એક ખાસ સમુદાય દ્વારા પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. કોરોના સમયગાળાને કારણે મોહરમના જુલુસને મંજૂરી ન આપવાને કારણે આ હોબાળો કરવામાં આવ્યો હતો. જુલુસ કાઢવા પર રોક લગાવતા આ વાત પર વિવાદ વધ્યો અને ઉશ્કેરાયેલા યુવાનોએ કથિત રીતે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી પોલીસ દ્વારા આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બાકીનાની ઓળખ કરવામાં આવી રહી છે.
એસપી સત્યેન્દ્રકુમાર શુક્લાના જણાવ્યા અનુસાર, ત્યાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ અને વીડિયો રેકોર્ડિંગના આધારે લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. એસપી સત્યેન્દ્ર કુમાર શુક્લાએ જણાવ્યું કે, અમે પહેલાથી જ ચાર લોકોની ધરપકડ કરી ચૂક્યા છીએ. વીડિયો ફૂટેજ વગેરેમાં જે પણ પુરાવા છે તેનું વિશ્લેષણ ચાલી રહ્યું છે. જે લોકો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું તે લોકો હશે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.