મિશ્ર ની સભ્યતા અને સંસ્કૃતિ દુનિયામાં સૌથી પ્રાચિન માનવામાં આવે છે. અહીંયા સમયે-સમયે ખોદકામ દરમ્યાન એવી કલાકૃતિઓ મળી છે જે હજારો વર્ષ જૂની હતી. તેનાથી લોકોને તેની પ્રાચીનતમ સભ્યતા વિશે દુનિયાને જાણકારી મળે છે. હાલમાં જ સમુદ્રની ઊંડાઈમાં એક રહસ્યમય મંદિર મળ્યું છે.આ મંદિર વિશે કહેવામાં આવે છે કે તે લગભગ 1200 વર્ષ જૂનું છે. મંદિરની સાથે સાથે ખજાનાથી ભરેલી હોડીઓ પણ મળી છે જેની કિંમત કરોડોમાં છે.
એક જાણકારી મુજબ મંદિર હેરોકલીઓન શહેરના ઉત્તર ભાગમાં મળ્યું છે,જેને મિશ્રણનું ખોવાયેલું શહેર એટલાન્ટિસ કહેવામાં આવે છે. આ શોધ કરનારા પુરાતત્વ વિભાગના લોકો અનુસાર પ્રાચીન સમયમાં હેરોકલીઓન શહેરને મંદિરના શહેર તરીકે પ્રખ્યાત હતું.પરંતુ હજાર વર્ષ પહેલા આવેલા સુનામી ને કારણે આ શહેર પાણીમાં ડૂબી ગયું.
સમુદ્રની ઊંડાઈ માં ઘણી પ્રાચીન ઈમારતો અને માટીના વાસણો મળ્યા છે જે લગભગ ૨૦૦૦ વર્ષ જૂના છે. મિશ્ર અને યુરોપના પુરાતત્વીય એ મળીને આ ખોજ કરી છે.
પાછલા ૧૫ વર્ષમાં અહિયાં સમુદ્રમાંથી ડૂબકી કરનારાઓને ૬૪ જેટલી જૂની હોડીઓ ,સોનાના સિક્કા તેમજ 16 ફૂટ ઊંચી મૂર્તિ અને મંદિરના અવશેષો મળ્યા છે.
જાણકારી મુજબ મંદિરની સાથે સાથે અહીંયા સમુદ્રમાં કેટલી હોડીઓ પણ મળી છે જેમાં લાંબા તથા સોનાના સિક્કા મળી આવ્યા. આ સિક્કાઓમાં રાજા ટોલમી ના સમય દરમિયાન નું એટલે કે ત્રીજી સદી નું છે.