સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક વિડિયો સામે આવતા રહેતા હોય છે. ક્યારેક જાહેરમાં હત્યા કરી હોય એવા અથવા તો ક્યારેક ચોરીના વિડીયો સામે આવતા હોય છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં ચોરી, લૂંટફાટ તેમજ હત્યાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે.
આવા સમયમાં હાલમાં રાજ્યના સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવ્યા છે. સુરત શહેર હીરા ઉદ્યોગને લઇ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બન્યું છે ત્યારે હાલમાં હીરાઉદ્યોગને લગતા જ એક સમાચાર સામે આવ્યા છે. ઘણીવાર નાની-મોટી ઓફિસમાં શોર્ટ સર્કિટ થયા હોવાના વિડિયો સામે આવતા હોય છે.
આવો જ એક વિડીયો હાલમા સામે આવ્યો છે. શહેરમાં આવેલ ધર્મનંદન ડાયમંડની પાછળની ગલીમાં આવેલ આશાપુરી બિલ્ડિંગનાં ત્રીજા માળ પરના ધાર્મિક જેમ્સમાં શોર્ટ સર્કિટની ઘટના સર્જાઇ હતી. મળી રહેલ જાણકારી પ્રમાણે સવારના આઠ વાગ્યાના સુમારે હીરાના મશીનમાં કોઈ કારણોસર ખામી આવી હતી.
ઓફીસના મેનેજર મશીનને રીપેર કરી રહ્યો હતો ત્યારે આ દરમિયાન કોઈ કારણોસર મશીનમાં શોર્ટ સર્કિટ થતા ધડાકો થયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ જતા હાલમાં ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. શોર્ટ સર્કિટને કારણે ઈજાગ્રસ્ત થયેલા મેનેજરને સારવાર અર્થે તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જ્યાં એમને દાખલ કરવામાં આવ્યા છે. રાહતની વાત તો એ છે કે, આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.