ન્યૂઝીલેન્ડ: આજના જમાનામાં છોકરો અને છોકરી બંનેને એકસમાન માનવામાં આવે છે. દેશમાં એવી ઘણી બધી મહિલાઓ હશે જે પોતાના માતા પિતાનું નામ રોશન કરવા માટે મહેનત કરતી હોય છે. હાલમાં આવો જ આ કિસ્સો પંજાબના કમલુ ગામમાં જન્મેલા મનદીપ સાથે થયો હતો. આ મનદીપ જન્મ પછી તરત જ ચંદીગઢ આવી ગઈ હતી. અને ત્યાં આવીને તેના લગ્ન થયા હતા. લગ્ન કરીને આ મનદીપ 1996માં ઓસ્ટ્રેલિયા ગઈ અને ત્યારબાદ મનદીપ ઓસ્ટ્રેલિયા અભ્યાસ પૂરો કરીને તે ન્યુઝીલેન્ડ શિફ્ટ થઈ ગઈ હતી.
ત્યારબાદ મનદીપે ન્યુઝીલેન્ડ જઈને પેટ્રોલ પંપ પર કામ કરવાનું શરૂ કર્યું કારણ કે, મનદીપને એટલું બધું સારું અંગ્રેજી આવડતું ન હતું એટલે તેને હાર માન્યા વગર મહેનત કરવાની શરૂ રાખી હતી. જાણવા મળ્યું છે કે, મનદીપે પોતાનું ઘર ચાલે એટલા માટે ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરતી હતી અને તે વાયએમસીએની મહિલા છાત્રાલયમાં રહેતી હતી. ત્યારે રાત્રે આ મનદીપ જ્હોન પેગલર નામના નિવૃત્ત પોલીસ કર્મચારીને મળી. તેમની વાતો સાંભળીને મનદીપને પણ પોલીસમાં જોડાવાની ઈચ્છા થવા લાગી.
થોડા ટાઈમ બાદ આ મનદીપ અને જ્હોન પેગલર વચ્ચે પિતા પુત્રીનો સંબંધ હોય એવું લાગવા માંડયું. મનદીપને જ્હોન પેગલર પોલીસકર્મીઓની વાતો પણ કહેતા હતા એટલે આ વાતોથી મનદીપ પ્રભાવિત થઇ અને તે પણ પોલીસ સેવાઓમાં જોડાવા માંગતી હતી. જેણે લઈને તેનો આખો પરિવાર તેની મદદ માટે આગળ આવ્યો હતો.
ત્યારબાદ મનદીપે પોલીસ સેવામાં જોડાવાની તૈયારી શરૂ કરી અને વીસ કિલો જેટલું વજન ઘટાડીને મનદીપ 2004 માં પોલીસ સેવામાં જોડાઈ ગઈ હતી. મહત્વની વાત તો એ છે કે, મનદીપ પ્રથમ ભારતીય મહિલા હતી જે વિદેશમાં જઈને આ પદ પ્રાપ્ત કર્યું છે. આ જોઇને દરેક મહિલાઓને પણ આ વાત પ્રેરણાદાયક લાગી કે આપણે દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં જઈને પણ નામ રોશન કરીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.