જન્માષ્ટમીના શુભ અવસર પર,ધાણાની પંજરી ઘણાખરા ઘરોમાં બનાવવામાં આવે છે અને ઘણા ઘરોમાં લોટની પંજરી બનાવવામાં આવે છે અને ભગવાન કૃષ્ણજીને તેનો પ્રસાદ ધરાવવામાં આવે છે. પંજરી એ શ્રી કૃષ્ણનો પ્રિય પ્રસાદ છે. જન્માષ્ટમીના દિવસે કૃષ્ણના પ્રસાદમાં પંજરી રાખવી ખુબ જરૂરી છે કારણ કે તે વર્ષો જૂની પરંપરા છે.
પંજરી બનાવવા માટેની સામગ્રી
1 કપ લોટ
1 કપ બૂરું ખાંડ
1 ચમચી એલચી પાવડર
1 નાનો બાઉલ બદામ
1 નાનો બાઉલ ચારોળી
1 નાની વાટકી કાજુ
1 મોટી વાટકી દેશી ઘી
પંજરી બનાવવા માટેની રીત : સૌ પ્રથમ,તમારે મીડીયમ તાપ પર એક પેનમાં ઘી ને ગરમ કરવા મુકો.ઘી ગરમ થઈ જાય એટલે તેમાં લોટ નાખીને તેને ચમચાથી હલાવતા રહો. સતત હલાવતા રહો જેથી લોટ નીચેથી દાઝી ન જાય. જેવી લોટમાંથી સહેજ ભીની ગંધ આવવા લાગે, તો સમજી લો કે લોટ શેકવાનું શરૂ થઈ ગયું છે. હવે એક પછી એક બધા ડ્રાયફ્રુટ્સ ઉમેરો અને સતત હલાવતા રહો. ડ્રાય ફ્રુટ્સ પછી, ખાંડ બૂરું ઉમેરો અને તેને હલાવતા સમયે લોટ સાથે સારી રીતે મિક્સ કરો. છેલ્લે, એલચી પાવડર ઉમેરો અને મિક્સ કરતી વખતે ગેસ બંધ કરી દો. તૈયાર છે નટખટ કાના માટે લોટની પંજરી ની પ્રસાદી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.