દીકરાએ જાહેરમાં જ પિતાની ઈજ્જતના કાંકરા કરી નાખ્યા- બધાની સામે કહી દીધું એવું કે, શરમથી થયા લાલચોળ

સ્કોટલેન્ડના એડિનબર્ગથી એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ચાર વર્ષના બાળકએ બધાની સામે કહ્યું કે તેના પિતા બાથરૂમમાં શું કરી રહ્યા છે? આ પછી પિતા શરમથી લાલ થઈ ગયા. બાળકે તેના પિતાની ક્રિયાઓ વિશે વિગતવાર જણાવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, ચાર વર્ષનો બાળક તેના માતાપિતા સાથે એડિનબર્ગની એક રેસ્ટોરન્ટમાં જમવા ગયો હતો. જ્યાં તેણે પેન્સિલથી બિલ પર લખ્યુંવ હતું કે, તેના પિતા બાથરૂમમાં શું કરી રહ્યા છે? બિલ પર બાળકનો સંદેશ વાંચીને રેસ્ટોરન્ટ સ્ટાફને આશ્ચર્ય થયું હતું. બાળકે રેસ્ટોરન્ટના બિલ પર લખ્યું હતું કે, પાપા બાથરૂમમાં ગેસ છોડી રહ્યા છે. આ સમયે બિલનો ફોટો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.

રેસ્ટોરન્ટ સ્ટાફે જણાવ્યું હતું કે, બાળકના પિતા રાત્રિભોજન કર્યા બાદ બાથરૂમમાં ગયા હતા. તેનું 4 વર્ષનું બાળક પણ તેની સાથે ગયું હતું. બાથરૂમમાંથી પરત ફર્યા બાદ, બાળકે રેસ્ટોરન્ટના બિલ પર પેન્સિલથી એક નોંધ લખી હતી. નોંધનીય છે કે, સોશિયલ મીડિયા પર લોકો આ ફોટો પર અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું હતું કે, બાળક ખૂબ જ તોફાની છે. માતાપિતાએ તેની સારી સંભાળ લેવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *