હાલમાં એક એવી ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે કે, જેને જાણીને આપને ખુબ આશ્વર્ય થશે. મહારાષ્ટ્રમાં આવેl પાલઘરમાં એક માછીમારને નસીબે એવો સાથ આપ્યો હતો કે, તે એક જ ઝાટકે રોડપતિમાંથી કરોડપતિ બની ગયો છે. પાલઘરમાં રહેતા ચંદ્રકાંત તરે પોતાના 7 સાથીઓની સાથે મળીને સમુદ્રમાં માછલી પકડવા માટે ગયા ત્યારે આ લોકોએ દરિયામાં જાળ નાખી તો ‘સી ગોલ્ડ’ એવી દુર્લભ માછલીઓ તેની જાળમાં ફસાઈ હતી.
ચંદ્રકાંતનું નસીબ એટલું સારું હતું કે, તેની જાળમાં એક-બે નહીં પરંતુ કુલ 157 ઘોલ માછલીઓ એકસાથે ફસાઈ ગઈ હતી. આ માછલીઓ કુલ 1.33 કરોડ રૂપિયામાં વેચાઈ હતી. માછલીઓની હરાજી પાલઘરના મુર્બેમાં થઈ હતી. ચંદ્રકાંતના પુત્ર સોમનાથે કહ્યું હતું કે, તેને એક-એક માછલીને અંદાજે 85,000 રૂપિયામાં વેચી દીધી હતી.
સમુદ્ર કિનારેથી 25 નોટિકલ માઈલ અંદરથી મળી આવી સી ગોલ્ડ:
સોમનાથે કહ્યું હતું કે, એકસાથે 7 લોકો હારબા દેવી નામની બોટથી સમુદ્રમાં 20-25 નોટિકલ માઈલ અંદર વાઘવાન બાજુ ગયા હતા. આ દરમિયાન તેમના પિતાને સમુદ્રમાં જાળું નાખ્યું તો એમાં કુલ 157 ઘોલ માછલીઓ ફસાઈ હતી. આની સાથે જ બોટમાં સવાર લોકો ખુશ થઈ ગયા હતા. કારણ કે, આ તેમના જીવનની સૌથી મોટી કમાણીવાળી ટ્રિપ બની ગઈ હતી.
દવાઓ બનાવવામાં ‘સી ગોલ્ડ’નો ઉપયોગ:
ઘોલ માછલીઓનું વૈજ્ઞાનિક નામ ‘Protonibea Diacanthus’ હોવાનું જાણવા મળ્યું છે કે, જેને ‘સી ગોલ્ડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માછલીનો ઉપયોગ દવાઓ તથા કોસ્મેટિક્સ બનાવવામાં થાય છે. થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, જાપાન, સિંગાપુર જેવા કેટલાક દેશોમાં તેની ખુબ માંગ રહેલી છે. સર્જરી વખતે ઉપયોગમાં લેવાતા દોરા કે, જે તેની જાતે જ ઓગળી જાય છે, તે પણ આ માછલીમાંથી બનાવાય છે.
UP અને બિહારના વેપારીઓએ માછલી ખરીદી
સમુદ્રમાં પ્રદૂષણનું પ્રમાણ વધવાને લીધે હવે આ માછલીઓ કાંઠાના વિસ્તારમાં જોવા મળતી નથી. આવી માછલીઓની શોધમાં માછીમારોને ખુબ અંદર સુધી જવું પડતું હોય છે. સોમનાથના જણાવ્યા પ્રમાણે, આવી માછલીઓને UP તથા બિહારથી આવેલ વેપારીઓએ ખરીદી કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.