સીરીયલ નંબર વાલા સમોસા: ઘણી વખત તમે દુકાનમાંથી કોઈ વસ્તુ ખરીદો છો, ત્યારે તમે પેકેટની ઉપર સીરીયલ નંબર જોયો હશે. પેકેટ પર લખેલ સીરીયલ નંબર પ્રોડક્ટની ઓળખ દર્શાવે છે, પરંતુ શું તમે ક્યારેય સમોસા પર સીરીયલ નંબર લખેલો જોયો છે? છેલ્લા બે દિવસથી ટ્વિટર પર એક ‘સીરીયલ નંબર વાળા સમોસા’ નો ફોટો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
સમોસા પર લખ્યો સીરીયલ નંબર
આ વાયરલ સમોસા ગુરુગ્રામના એક સમોસા આઉટલેટ ‘સમોસા પાર્ટી’નો છે. આ આઉટલેટમાં ઘણા પ્રકારના સમોસા મળે છે અને આ તમામ સમોસા પર એક નંબર લખેલો હોય છે. સમોસાને ઓળખવા માટે તેના પર સમોસાનું નામ અને નંબર લખવામાં આવે છે. સમોસા સ્ટોર આઉટલેટના મેનેજર શુભમે જણાવ્યું કે, “સમોસા પર સીરીયલ નંબર લખવાનું મુખ્ય કારણ સમોસાની ઓળખ છે.”
કેમ સમોસા પર આ નંબરો લખવામાં આવે છે?
શુભમના જણાવ્યા અનુસાર, સમોસા પર સીરીયલ નંબર પણ લખવામાં આવ્યો છે. જો કોઈ ગ્રાહકને સમોસાની ગુણવત્તા સાથે કોઈ સમસ્યા હોય તો ગ્રાહક તે ફોટો અમને મોકલી શકે છે અને અમે આ નંબરના આધારે સમોસા વિશેની તમામ માહિતી મેળવી શકીએ છીએ.
સમોસા પર લખેલા અનોખા સીરીયલ નંબર પરથી એ પણ જાણી શકાય છે કે, તે ક્યારે બન્યું હતું, અને કોણે બનાવ્યું હતું? સમોસા પર સીરીયલ નંબર લખવો એ આ પ્રકારની પહેલી ધટના છે. હાલમાં આ આઉટલેટની બે શાખાઓ છે, એક ગુરુગ્રામમાં જ્યારે બીજી બેંગલોરમાં આવેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.