ગઢડા(ગુજરાત): આજકાલ અકસ્માતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. ત્યારે શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે પર મોડાસાના ગઢડાની સીમમાં રવિવાર બપોરે 3 વાગ્યાની આસપાસ ટ્રેલર અને ટ્રક ટકરાતાં ગમખ્વાર અકસ્માતમાં બંને વાહનોમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે.
આ બનાવમાં ટ્રેલરના ડ્રાઇવરનું મોત થયું હતું અને કંડક્ટર ભડથું થઇ ગયો હતો. આ ઉપરાંત, ટ્રેલરમાંથી મૃતદેહો બહાર કાઢવા બંને વાહનોને છુટા પાડવા ક્રેનની મદદ લેવામાં આવી હતી. આ અંગે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગઢડાની સીમમાં રવિવાર બપોરે ટ્રેલર નં. આરજે 27 સીડી 5517નો ચાલક રાજસ્થાનથી પાવડર ભરી હિંમતનગર જઈ રહ્યો હતો.
આ દરમિયાન, કપાસિયા બોરી ભરી પસાર થતી ટ્રક નંબર આરજે 27 જીબી 7368ને ડ્રાઇવર સાઇડ અને ડીઝલ ટેન્ક સાઈડે ટક્કર મારતાં ટ્રેલરનો ચાલક અને કંડક્ટર બંને ફસાઈ ગયા હતા અને અકસ્માતમાં મોત ટ્રકનું ડીઝલ ટેન્ક ફાટતાં ભયાનક આગ લાગતાં આગે ભયાનક સ્વરૂપ ધારણ કરતાં બંને વાહનોમાં ભરેલ પાવડર અને કપાસિયાની બોરી સળગવા લાગી હતી.
મોડાસાથી ફાયર ફાઈટરની પણ મદદ લેવામાં આવી હતી. જોકે, આગ એટલી ભયાનક હતી કે ટ્રેલરનો ચાલક ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો અને કંડક્ટર આગમાં ફસાઈ જતા બળીને ભડથું થઇ ગયો હતો. આ અંગે બાલકિશન રામેશ્વરજી જાટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
બંને મૃતકો એક ગામના
1. ટ્રેલરચાલક કિશન માંગીલાલ ભીલ (32)
2. કંડક્ટર બંટીભાઈ મોકતીયાજી (24)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.