ગુજરાતની જનતાને આગામી સમયમાં મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. જેને કારણે ગુજરાતના લોકો ઘરઆંગણેથી વેપાર શરુ કરી શકશે. ગુજરાતના MSME ઉદ્યોગોને લઈને ઈ-કોમર્સ એક્સપોર્ટના નવા દરવાજા ખુલશે. જેમા હવે MSME ઉદ્યોગોને હવે ઘરઆંગણેથી વિશ્વ વેપાર કરી શકે તે માટે કારોબારની તકો મળશે. રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગે એમેઝોન સાથે MOU કર્યા છે. અમે તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં MOU થયા હતા.
ગુજરાતની પ્રોડક્ટ આતરાષ્ટ્રીય બજારોમાં જશે:
એમેઝોનના 17 ફોરેન ડીજીટલ માર્કેટપ્લેસના ગ્રાહકોને સીધું જ વેચાણ કરી શકે. રૂપાણી સરકારે લીધેલા આ મોટા અને મહત્વના પગલાને કારણે મેડ ઈન ગુજરાત પ્રોડક્ટ્સ આતંરરાષ્ટ્રિય બજારોમાં અને ઉપભોક્તા સુધી સરળતાથી પહોચશે. જેને કારણે સ્થાનિક વેપારને પણ ઝડપથી વેગ મળશે.
વિશ્વના દેશોમાં ગુજરાતીઓ વેપાર કરશે:
અમે તમને જણાવી દઈએ કે, એમેઝોન ખાસ કરીને ટેક્ષ્ટાઈલ, જેમ એન્ડ જવેલરી, હસ્તકલા કારીગરી ની ચીજ વસ્તુઓ તેમજ હેલ્થ કેર પ્રોડક્ટ અંતર્ગત હર્બલ પ્રોડક્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ માટે ગુજરાત ના MSME ને વિશ્વના દેશોના ગ્રાહકો સુધી પહોંચાડવામાં ખુબ જ મદદરૂપ સાબિત થશે.
વિવિધ જિલ્લાઓમાં કરવામાં આવશે વર્કશોપનું આયોજન:
હવે આ MOUની ફલશ્રૃતિએ ઉદ્યોગ વિભાગના સહયોગથી એમેઝોન રાજ્યમાં MSME ક્લસ્ટર્સ ધરાવતા મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, ભરુચ અને રાજકોટ સહિત ના અનેક શહેરોમાં B2C ઇ-કોમર્સ એક્સપોર્ટ અંગે ટ્રેનિંગ સેશન અને વેબીનાર તથા વર્કશોપના આયોજન કરી MSME એકમોને પોતાની પ્રોડક્ટ સમગ્ર વિશ્વ બજારમાં પહોચડવામાં ખુબ જ સહાયરૂપ બનશે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડો. રાજીવ કુમાર ગુપ્તા અને એમેઝોનના પ્રોજેક્ટ હેડ, પબ્લિક પોલિસિ ઓપરેશન હેડ સહિતના અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
17 અલગ અલગ દેશોમાં પહોચશે ગુજરાતની પ્રોડક્ટ:
અત્રે ઉલ્લેખનીય છે કે, આ MOUને કારણે યુ.એસ., કેનેડા, બ્રાઝિલ, ફ્રાંસ, જર્મની, યુ.કે., ઓસ્ટ્રૈલીયા, જાપાન, સિંગાપોર, ટર્કી અને યુ.એ.ઇ. જેવા 17 જેટલા દેશોમાં કાર્ય કરી રહેલા એમેઝોનના ડીજીટલ માર્કેટ પ્લેસ ગુજરાતના MSME એકમો માટે બિઝનેસ ટુ કસ્ટમર્સ (B2C) ઇ-કોમર્સ એક્સપોર્ટની એટલે કે નિકાસ દ્વારા ગ્રાહકો સાથે જ સીધા વેચાણના બવા વિકલ્પો ઉભા કરી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.