વારાણસી: આજકાલ વધી રહેલા આત્મહત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં આર્થિક સંકડામણથી પરેશાન એક યુવાનનો મૃતદેહ ભાડાના મકાનમાં લટકતો જોવા મળ્યો હતો. ઘટના સમયે પત્ની બાળકો સાથે માતાના ઘરે હતી.
આ કિસ્સો ભેલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કિરહિયાનો છે. રાહુલ સરકાર તેની પત્ની પૂનમ, બે પુત્રીઓ સાથે ભાડે રહેતો હતો. જાણવા મળ્યું છે કે, લૂમમાં કામ કરનારા રાહુલની પત્ની બાળકો સાથે બાજરડીહામાં તેની માતાના ઘરે ગઈ હતી. શુક્રવારે બપોરે મકાનમાલિકનો પુત્ર દયારામ મોબાઈલ ચાર્જર લેવા રાહુલના રૂમમાં પહોંચ્યો હતો. દરવાજો ખટખટાવ્યા બાદ પણ કોઈ જવાબ મળ્યો ન હતો. જ્યારે તેણે બારીમાંથી જોયું તો રાહુલ ફાંસે લટકતો જોવા મળ્યો હતો.
માહિતી મળતા ભેલુપુર પોલીસ સ્ટેશનની પોલીસ અને મૃતકનો મોટો ભાઈ રાહુલ, જે બિરદોપુર રહે છે તે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તે જ સમયે, સ્થાનિક લોકોએ જણાવ્યું કે ખૂબ જ ખરાબ આર્થિક સ્થિતિને કારણે રાહુલે આત્મહત્યા કરી છે. રાહુલની પત્ની અને બાળકો, જે પોલીસની માહિતી પર ઘરે પરત આવ્યા હતા.
મૃતકની પત્નીએ જણાવ્યું કે, ગયા ગુરુવારે રાત્રે પતિ સાથે ત્રીજના તહેવાર પર વાત થઈ હતી. આ દરમિયાન, પતિએ તેના સાસરે આવીને પ્રસાદ ખાવાની વાત પણ કરી હતી. રાતોરાત એવું શું થયું કે તે અમને બધાને લાચાર છોડીને જતા રહ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.