અમદાવાદ(ગુજરાત): ગુજરાત(Gujarat)માં દિવસેને દિવસે અકસ્માત(Accident)ની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અકસ્માતમાં લાખો લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. તેવો જ એક બનાવ આજે વહેલી સવારે અમદાવાદ(Ahmedabad) જિલ્લાના ધંધૂકા-બગોદરા(Dhandhuka-Bagodra) રોડ પર આવેલા હરિપુરા પાટિયા(Haripura Patiya) નજીક બન્યો હતો. આ અકસ્માત એક ઇકો કાર(Eco car) અને ટ્રક(Truck) વચ્ચે ગંભીર ટક્કર થવાને કારણે સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં બેઠેલી 4 મહિલાનાં ઘટનાસ્થળે જ મોત થયા હતાં, જ્યારે 2 વ્યક્તિની હાલત ગંભીર હોવાથી સારવાર માટે તેમને હોસ્પિટલ(Hospital)માં લઇ જવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, ઇકો કાર પૂરઝડપે જતી હતી. તે દરમિયાન તે આગળ ઊભેલી ટ્રકના પાછળના ભાગ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હશે. ઘટનાની જાણ થતાં ધંધૂકા અને ફેદરા લોકેશનની 108 ઘટનાસ્થળે પહોંચી હતી. 108ના સ્ટાફે મહામહેનતે કારમાં ફસાયેલી બે વ્યક્તિને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતા જ ધંધૂકા પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતકો અમદાવાદના રહેવાસીઓ હોવાનું સામે આવ્યું છે. ધંધૂકા પોલીસે પરિવારને જાણ કરીને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ ગંભીર અકસ્માતમાં પાયલબેન જીગ્નેશભાઈ પટેલ, શિલ્પાબેન દિનેશભાઇ પટેલ, ચેતનાબેન રાજેશભાઈ મોદી, ભાવનાબેન બીપીનભાઈ ગજ્જર નું કંકાટભર્યું મોત નીપજ્યું હતું.
અત્રે ઉલેખનીય છે કે આવો જ એક બનાવ એક સપ્તાહ પહેલાં વહેલી સવારે 5.00 કલાકે ધંધૂકા-બગોદરા હાઈવે પર સૌરાષ્ટ્ર તરફ 56 લોકો સાથે સવાર પ્રાઈવેટ બસ ધંધૂકા તાલુકાના ખડોળ ગામના પાટિયા નજીક પલટી ખાઈ ગઈ હતી. જેને કારણે બસમાં સવાર 56 લોકોમાંથી 35 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 3 બાળક સહિત 11 લોકોને ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને ધંધૂકા અને અમદાવાદ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ ધંધૂકા પોલીસને અને 108 એમ્બ્યુલન્સને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવીને બચાવ કામગીરી શરુ કરી હતી.
મળતી માહિતી મુજબ, ધંધૂકા, ફેદરા, ધોલેરા, બગોદરા, બરવાળા અને રાણપુરની મળી 6 જેટલી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યારબાદ તમામ ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં ધંધૂકા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.