આવતા સોમવારે PM મોદી દેશવાસીઓને આપશે મોટી ભેટ- જાણો તમને શું લાભ થશે

27 સપ્ટેમ્બર એટલે કે સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા નેશનલ ડિજિટલ હેલ્થ મિશન(NDHM) ની શરૂઆત કરવામાં આવશે. અત્રે ઉલેખનીય છે કે, તેનું નામ બદલીને પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન (PM-DHM) કરવામાં આવ્યું છે. આ જાણકારી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા(Health Minister Mansukh Mandaviya)એ આપી હતી.

ટ્વીટ કરીને સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, 27 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા ડિજિટલ સ્વાસ્થ્ય મિશનની રાષ્ટ્રવ્યાપી રોલઆઉટની જાહેરાત કરવામાં આવશે. જે અંતર્ગત લોકોને એક યુનિક ડિજિટલ હેલ્થ આઈડી આપવામાં આવશે. જેમાં વ્યક્તિના તમામ સ્વાસ્થ્ય રેકોર્ડ જોવા મળશે.

અત્રે મહત્વનું છે કે, પીએમ મોદીએ દેશમાં સ્વાસ્થ્ય સેવા વધુ સારી બનાવવા માટે 15 ઓગસ્ટ 2020ના રોજ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (NDHM) ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત 6 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં NDHM ને પાયલટ પ્રોજેક્ટ સ્વરૂપે લોન્ચ કરવામાં આવ્યા હતા.

લોકોને વધુ સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રદાન કરવાનો ડિજિટલ હેલ્થ મિશનનો હેતુ છે. આ મિશન અંતર્ગત દરેક વ્યક્તિનું એક હેલ્થ આઈડી બનાવવામાં આવશે. હેલ્થ આઈડી બનાવડાવાનો વિકલ્પ પસંદ કરવા પર, લાભાર્થીનું નામ, જન્મનું વર્ષ, લિંગ, મોબાઈલ નંબર અને એડ્રસની તમામ માહિતી મળી રહેશે. ત્યારબાદ હેલ્થ આઈડી બની શકશે.

કોઈ પણ વ્યક્તિના પર્સનલ હેલ્થનો રેકોર્ડ હેલ્થ હાઈડીની મદદતી મેળવી શકાશે. આ રેકોર્ડને ડોક્ટરની સહમતિથી દેખાડવામાં આવશે. જેમાં વ્યક્તિના ડોક્ટરો, સ્વાસ્થ્ય સુવિધાઓ અને લેબ જેવા તમામ રેકોર્ડ્સ જોવા મળશે. તેના દ્વારા જો કોઈ વ્યક્તિ ડોક્ટર પાસે જાય તો ડોક્ટર તેની હેલ્થ આઈડીની મદદથી તેના વિષે જાણી શકે કે, તેણે ક્યારે ક્યારે અને કયા કયા ડોક્ટરને દેખાડ્યું હોય છે. એટલું જ નહીં, તેણે ક્યારે કઈ દવાઓ લીધી છે અને તેને કઈ બીમારી અગાઉ થઈ છે તેની પણ માહિતી મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *