સ્માર્ટ સિટીમાં થઇ રહ્યો છે ખાડાનો વિકાસ, જનતા કંટાળીને સરકાર પર કરી રહી છે કટાક્ષ- જાણો શું કહી રહ્યા છે લોકો

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) શહેરના રસ્તાઓમાં કોઈ ખાડા નથી પરંતુ કેમ કે હવે ખાડામાં રસ્તા જોવા મળી રહ્યા છે. આ પ્રકારના ખાડા આજકાલના નથી. ગાંધીનગર(Gandhinagar)માં ગમે તેની સરકાર હોય અને અમદાવાદમાં ગમે તેવા ભણેલા અધિકારીઓ કમિશનરો, ડેપ્યુટી કમિશનરો કે મેયરો હોય પરંતુ અમદાવાદ શહેરના રસ્તાઓમાં કોઈ ફરક પડ્યો નથી. જેટલા ભંગાર રસ્તા અગાઉ હતા એટલા જ આજે જોવા મળી રહ્યા છે. ગુજરાત રાજ્યનો વિકાસ થાય છે કે નથી થતો એ જોવા માટે કોઈ તપાસ કરવાની કે પ્રૂફ આપવાની જરુર નથી. અમદાવાદ શહેરના રસ્તાઓ પર દર વર્ષે ખાડાની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ જોતા તો એવું લાગી રહ્યું છે કે ખરેખર વિકાસ તો થઇ રહ્યો છે પરંતુ ઊંધો.

આ પ્રકારના રસ્તાઓ અને આ પ્રકારની સ્થિતિથી સામાન્ય પ્રજા કંટાળી(bored people) ચુકી છે. સોશિયલ મીડિયા(Social media) પર ફરિયાદો થાય છે અને સાથે લોકો સરકાર પર કટાક્ષ કરી રહ્યા છે, જેને લીધે સોશિયલ મીડિયામાં લોકો સરકારી તંત્રની ઝાટકણી કાઢી રહી છે એટલે હવે અમદાવાદના રસ્તાઓ પર જોક્સ બનવા લાગ્યા છે. આ જોતા ખરેખર તો અમદાવાદનુ તંત્ર કેટલું ભ્રષ્ટ છે, તેનો પુરાવો આ ખાડાઓ અપાઈ રહ્યા છે. એટલે અમદાવાદના એક યુવાને કટાક્ષમય ઓફર કરતા કહ્યું છે. રાકેશ ગોસ્વામી નામના યુવાને ટ્વિટર પર લખતા કહ્યું છે કે, જો કોઈ મને અમદાવાદમાં (હાઈવે સિવાય) એક કિલોમીટરનો રસ્તો ખાડા વગર બતાવે તો જ્યાં કહો ત્યાં તમને મન પસંદ ભોજન કરાવીશ. એ માટે મને રસ્તાનો વિડીયો અને ફોટો મોકલવો પડશે.

વાસ્તવિકતા એ છે કે, શહેરના રસ્તા તો ઠીક અમદાવાદને લાગુ પડતા હાઈવે પણ ખાડે ગયા હોય તેવું લાગી રહ્યું છે. નવા નિયુક્ત થયેલા પરિવહન મંત્રીએ ક્યા રસ્તાઓ તૂટી ગયા છે અને ક્યાં ખાડાઓ પડી ગયા છે, તેની યાદી માટે આખા રાજ્યમાંથી વિગતો ભેગી કરવામાં આવી રહી છે. રાજ્યના ગમે તે રોડ પર નીકળો ખાડાઓ આપણું સ્વાગત કરવા માટે ઉભા જ હોય છે. એટલે એમ કહીએ તો પણ ચાલે કે બધા રસ્તા રિપેર કરવા પડે એમ છે. રાજ્યની વાત પડતી મુકીએ અને અમદાવાદની વાત કરીએ તો પણ ગણ્યા ગણાય નહીં એટલા ખાડાઓ રસ્તા પર છે ક્યારેક તો આ ખાડાને જોઇને તો એવું લાગે કે ખાડામાં જ રસ્તો છે, રસ્તા પર ખાડો નહિ.

તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર એવી પણ ઈમેજ ફરી રહી છે, જેમાં ગાડી પાછળ એક સ્ટીકર માર્યું છે. સ્ટીકરમાં લખવામાં આવ્યું છે કે ગાડીનો ડ્રાઈવર પીધેલો નથી પરંતુ રસ્તાના ખાડા તારવે છે એટલે ગાડી થોડીક આમ-તેમ ચાલે છે. આવા અનેક કટાક્ષ સર્જી શકાય તે માટે ખાડા અમદાવાદની જનતાને સરકારે ભેટ આપી દીધા છે. અમદાવાદના રસ્તા પર આટલા ખાડા છે પરંતુ અહીં રહેતા રાજનેતા, આઈએએસ અધિકારીઓ, શહેરના સંચાલકો, સ્ટેન્ડિંગ કમિટી, મેયર વગેરે કોઈના પેટનું પાણી હલતું નથી અને જાણે એવું લાગી રહ્યું છે કે, તંત્ર મુક પ્રેક્ષક બનીને બેસી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *