વિશ્વની સૌથી ઉંચી મહિલા(The tallest woman in the world)ની શોધ કરવામાં આવી છે. આ રેકોર્ડ તુર્કી(Turkey)માં રહેતા રૂમેસા ગેલ્ગી(Rumesa Galgi)ના નામે નોંધાયેલ છે. રૂમેસાની કુલ ઉંચાઈ 7 ફૂટ 0.7 ઇંચ(215.16 સેમી) છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ(Guinness World Records)ના અધિકારીઓએ રૂમેસા ગેલ્ગીને તેની ઉંચાઈ માપ્યા બાદ સૌથી ઉંચી મહિલાનો ખિતાબ આપ્યો છે. તમને જણાવી દઈએ કે, વિશ્વના સૌથી લાંબા માણસ(The tallest man in the world)નો રેકોર્ડ તુર્કીના સુલતાન કોસેન(Sultan Kosen)ના નામે પણ નોંધાયેલો છે. 2018માં તેની ઉંચાઈ 8 ફૂટ 2.8 ઇંચ(251 સેમી) માપવામાં આવી હતી.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા પર પોતાની ખુશી વ્યક્ત કરતા રૂમેસા ગેલ્ગિને કહ્યું કે, દરેક નુકશાનને લાભમાં ફેરવી શકાય છે. તેથી તમારી ક્ષમતા મુજબ તમે તમારી જાતને સ્વીકારો. ખાસ વાત એ છે કે, 2014 માં ગેલ્ગીએ સૌથી લાંબી કિશોરીનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. હવે 2021માં પણ તેના નામે સૌથી લાંબી મહિલા હોવાનો રેકોર્ડ પણ બની ગયો છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, રૂમેસા ગેલ્ગી વીવર સિન્ડ્રોમને કારણે સામાન્ય જીવન જીવી શકતા નથી. તેમને ચાલવા માટે વ્હીલચેર અથવા વોકિંગ ફ્રેમનો ઉપયોગ કરવો પડે છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સના મુખ્ય સંપાદક ક્રેગ ગ્લેન્ડેને કહ્યું કે, રૂમેસાને રેકોર્ડ બુકમાં ફરીવાર નામ આવું તે સન્માનની વાત છે. તેમની અદમ્ય ભાવના અને હિંમત બધા માટે પ્રેરણા છે.
વિશ્વનો સૌથી ઉંચો માણસ સુલતાન કોસેન પણ તુર્કીનો રહેવાસી છે. 2018માં, તેની ઉંચાઈ 8 ફૂટ 2.8 ઇંચ(251 સેમી) હતી. સુલતાનના કહેવા પ્રમાણે, 10 વર્ષની ઉંમર બાદ તેની ઉંચાઈ અચાનક વધવા લાગી હતી. નોંધવા જેવી બાબત એ છે કે તેના માતાપિતા અને ભાઈ-બહેનો સહિત તેના પરિવારના બાકીના તમામ સભ્યો સરેરાશ કદના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.