મગફળીનું સેવન આપણે ઘણી અલગ અલગ રીતે કરીએ છીએ. તેનો ઉપયોગ કેટલીક ખાસ વાનગીઓમાં પણ કરવામાં આવે છે, પરંતુ જો તમે મગફળીને રાત્રે પલાળી રાખો અને સવારે તેને ખાશો તો તમને ચમત્કારિક લાભ મળશે. મગફળીમાં ઘણા ખનિજો હોય છે, જે ચયાપચય, ચરબી, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ શોષણ અને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
હૃદય રોગનું જોખમ ઓછું થશે.
ખનિજો અને એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર હોવાથી મગફળી ખાવાથી હૃદયની બીમારીઓ અને સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે. એક અભ્યાસ અનુસાર, મગફળીમાં કાર્ડિયોપ્રોટેક્ટિવ ગુણો જોવા મળે છે, જેનાથી તમને ફાયદો થાય છે. મગફળીમાં ટ્રિપ્ટોફેન હોય છે, જે તણાવ દૂર કરવામાં મદદરૂપ છે.
વધતા વજનને નિયંત્રિત કરો.
જો તમે વધતા વજનની સમસ્યાથી પરેશાન થઇ રહ્યા છો તો આ દરમિયાન મગફળીનું સેવન તમારા માટે ફાયદાકારક રહેશે. મગફળી ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમે વારંવાર ખાવાનું ટાળો છો.
શરદી અને ઉધરસની સમસ્યામાં.
શરદી અને ઉધરસની સમસ્યામાં પણ મગફળીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. આ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. મગફળીમાં વિટામિન સી હોય છે, જે તમારા માટે ખુબ જ ફાયદાકારક છે.
ગર્ભાવસ્થામાં ફાયદાકારક.
મગફળીમાં ફોલિક એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે તેથી મગફળીનું સેવન મહિલાઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે આ ઉપરાંત ગર્ભાવસ્થામાં પણ તેનું સેવન ખુબ જ ફાયદાકારક છે.
મગજના કાર્ય માટે.
ડ્રાયફ્રુટ્સનું સેવન મગજના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. મગફળીમાં ઓમેગા-3 ફેટી એસિડ પણ ભરપૂર માત્રામાં હોય છે, જે મગજની કાર્યક્ષમતા વધારવાનું કામ કરે છે.
ત્વચા માટે.
પલાળેલી મગફળી ખાવાથી તમારી ત્વચાને પણ ફાયદો થાય છે. મગફળીમાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. તે ઉપરાંત, તેમાં મોનોસેચ્યુરેટેડ એસિડ ત્વચાને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે.
પાચનમાં મદદ કરે છે.
મગફળીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે તમારા પાચનતંત્રને સારું કરવાનું કામ કરે છે. તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે કબજિયાત અને એસિડિટી દૂર થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.