તમે નરેન્દ્ર મોદી ના ચાહકો અને પ્રેમીઓ તો બહુ જોયા હશે પણ આ આંધળા પ્રેમીઓ જોયા છે? અમે આજે એક એવા અંધપ્રેમીની વાત કરીશું જે તમે જાણશો પછી ચોંકી જશો.
લોકસભાની ચૂંટણી હવે એકદમ નજીક આવી રહી છે એવામાં એક અલગ જ પ્રકારનાં સમાચાર આવી રહ્યા છે. લગ્ન કાર્ડને વિશિષ્ટ અને અલગ બનાવવા માટે જોડાઓ ઘણા પ્રયાસો કરતા હોય છે. કર્ણાટકના દરિયાકાંઠાનાં એક શહેરમાં રહેનારા એક જોડીએ પોતાના લગ્ન કાર્ડને અલગ બનાવવાની ખુશીમાં ભાજપ અને પી.એમ. મોદીના નામની સહાય લીધી. આ જોડીએ ભાજપ સરકાર દ્વારા આવતી સુવિધાઓ કાર્ડ પર લખી અને સાથે સાથે પી.એમ. નરેન્દ્ર મોદીની પ્રશંસા પણ કરી છે. કન્નડ ભાષામાં આ વાક્યો લખ્યા છે.
મૂળ કર્ણાટકના 36 વર્ષનાં પ્રવિણ સોમેશ્વર આગામી 31 ડિસેમ્બરે હેમલતા સાથે લગન કરવા જઈ રહ્યાં છે. તેમણે પોતાના લગ્ન કાર્ડને એક વિશિષ્ટ શૈલીમાં ડિઝાઇન કર્યું છે અને તેના પર પ્રધાનમંત્રી મોદીનો ફોટો પણ છાપ્યો છે. કાર્ડ પર ગિફ્ટની માંગ કરવાને બદલે એમ લખ્યું છે કે તમે પી.એમ. મોદીને મત આપો એ જ અમારી ગિફ્ટ છે. પ્રાપ્ય માહિતી અનુસાર પ્રવીણ કુવૈતમાં કામ કરે છે, જ્યાંથી ફોન પર તેઓએ કહ્યું કે વડા પ્રધાનના કામ માટે હું એને સલામ કરૂ છું અને તેમની પ્રશંસા માટે આ એક નાનું પગલું છે.’