સુરત(Surat): વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU) ખાતે છેલ્લા કેટલાક સમયથી ઘણા બધા વિદ્યાર્થીઓની એવી ફરિયાદ આવી રહી છે કે યુનિવર્સિટી દ્વારા તેમની પાસેથી પરીક્ષા ફી(Increase exam fees) પેટે જે ફી લેવામાં આવતી હતી તેમાં આશરે 100 રૂપિયા જેટલો વધારો(Increase fees) કરવામાં આવ્યો છે.
સાથે સાથે એની સિવાય પદવીદાન સમારોહ પછી વિદ્યાર્થીઓને એમના ઘરે જે ડિગ્રી પ્રમાણપત્ર પહોંચાડવામાં આવતું હતું. તેની ફીમાં પણ ભારે ભરખમ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે હવે આ ફિ વધારાને લઈને વિધાર્થી સંગઠન અને આમ આદમી પાર્ટીની વિધાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સક્રિય થઇ છે. વિદ્યાર્થીઓ વતી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે, આ વધારો તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે કારણ કે, બધા જ વિદ્યાર્થીઓની પરિસ્થિતિ આ ફી વધારો સહન કરી શકે તેવી નથી.
સાથે-સાથે અમે એ પણ જણાવવા માગીએ છીએ કે, છેલ્લા કેટલાક દિવસોમાં યુનિવર્સિટી દ્વારા અઢળક ખર્ચો કરવામાં આવ્યો છે અને કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો છે એવા આરોપો પણ વિદ્યાર્થીઓ દ્વારા હંમેશા લગાડવામાં આવ્યા છે.
જો આ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં ન આવ્યો હોત તો વિદ્યાર્થીઓની ફીમાં વધારો કરવાની પણ જરૂર ના પડી હોત આથી આવા તમામ ખર્ચાઓ ઘટાડીને વિદ્યાર્થી હિતને ધ્યાનમાં રાખી આ ફિ માં તાત્કાલિક ધોરણે ઘટાડો કરવામાં આવે તેવી અમારી માંગણી છે. આ સંદર્ભમાં યુનિવર્સિટીના કુલપતિ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ માંગણીને ધ્યાને લઇ યુનિવર્સિટી જલ્દી કોઈ સારા પગલાં લેશે અને આ અંગે સિન્ડિકેટની બેઠકમાં કોઈ યોગ્ય નિર્ણય લેશું. આ પ્રકારની ખાતરી આપવામાં આવી. મહત્વનું છે કે, 50થી પણ વધુ વિદ્યાર્થી દ્વારા યુનિવર્સીટી ખાતે વિરોધ કરી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરતના પ્રમુખ દર્શિત કોરાટે કહ્યું હતું કે, વિધાર્થીઓ પાસે પરીક્ષા પેટે જે ફિ લેવામાં આવતી હતી તેમાં 10 વર્ષ બાદ વધારો કરવામાં આવ્યો છે. સાથે કહ્યું છે કે, પદવીદાન સમારોહ પછી વિદ્યાર્થીઓને એમના ઘરે જે ડિગ્રી પ્રમાણપત્ર પહોંચાડવામાં આવતું હતું તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં પહેલા 225માં ડીગ્રી પહોચાડવામાં આવતી હતી તેમાં વધારો કરીને 600 રૂપિયા કરવામાં આવ્યો છે. વધુમાં ઉમેરતા કહ્યું છે કે, વિધાર્થીઓની ફીમાં સતત વધારો થઇ રહ્યો છે અને તેની સામે યુનિવર્સીટીના બિનજરૂરી ખર્ચમાં પણ વધારો થઇ રહ્યો છે. યુનિવર્સીટીમાં VCના ચેમ્બરમાં 14 જેટલા મોટા 64 ઇંચ કરતા પણ વધુ ઇંચના ટીવી મુકવામાં આવ્યા છે અને અલગ અલગ વિભાગમાં બિનજરૂરી રીતે ઘણા ખર્ચાઓ કરવામાં આવ્યા છે જો આ ખર્ચાઓ ન કરવામાં આવ્યા હોત તો આજે વિધાર્થીઓની ફીમાં અઢળક વધારો ન કરવામાં આવ્યો હોત.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.