હરિયાણાના પલવલમાં એક મહિલા પર બે દિવસ સુધી બળાત્કારનો મામલો સામે આવ્યો છે. મહિલાને ખાટલામાં દોરડા વડે બાંધીને બે દિવસ સુધી સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો. પહેલા મહિલાનું ઘર ખરીદવાના બહાને બે યુવકો તેની પાસે આવ્યા અને આ દરમિયાન મહિલાને કોઈ નશીલો પદાર્થ સુંઘાડી દીધો હતો. જેના કારણે તે સ્થળ પર જ બેભાન થઈ ગઈ હતી.
બેભાન અવસ્થામાં આરોપીઓ મહિલાને હસનપુર રોડ પરના એક મકાનમાં લઈ ગયા અને બે દિવસ સુધી તેને ખાટલા સાથે બાંધીને તેના પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે મહિલા હોશમાં આવી તો તેણે ચીસો નાખવા લાગી હતી. તેમ છતાં આ નરાધમોએ પીડિતાને સિગારેટના દામ આપ્યા હતા. પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. આ મહિલા વિધવા છે અને તેના બાળકો સાથે પલવલની એક કોલોનીમાં રહે છે.
પીડિત મહિલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવા ગઈ હતી ત્યારે તેને પોલીસને કહ્યું કે 20 નવેમ્બરે તેને એક ફોન આવ્યો હતો. ફોન પર અજાણ્યા શખ્સે મહિલાને ભાભી કહીને ફોન કર્યો હતો, અને કહ્યું કે તે તેમનું ઘર ખરીદવા માંગે છે. પીડિતાએ જણાવ્યું કે તે હાલમાં કંપનીમાં છે અને તેને રજા મળતાં જ તે તેનું ઘર બતાવશે. સાંજે લગભગ 7.30 વાગ્યે, મહિલા પલવલના બસ સ્ટેન્ડ પર પહોંચી, જ્યાં બે બાઇક સવારોએ તેને બાઇક પર બેસાડી અને ઘર જોવા ગયા હતા. આરોપ છે કે જેવો તે ઘરની નજીક પહોંચ્યો, તે વ્યક્તિએ મહિલાને કઈ સુંઘાડી નાખ્યું, જેના કારણે તે બેહોશ થઈ ગઈ.
બેભાન અવસ્થામાં બંને અજાણ્યા શખ્સો મહિલાને ઘરની અંદર લઇ ગયા હતા અને તેને ખાટલા સાથે બાંધી બે દિવસ સુધી સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે તેણી ભાનમાં આવી, ત્યારે તેણીએ પોતાને એક ઓરડામાં એકલા જોઈ હતી. હાલ આરોપ છે કે, મહિલા પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને જ્યારે પણ તે ચીસો પાડતી હતી ત્યારે નરાધમો તેને સિગારેટ અને મીણબત્તીઓ દ્વારા દજાડતા હતા. જ્યારે આરોપી ઘરેથી દારૂ લેવા ગયા ત્યારે, આ તકનો લાભ લઈને પીડિતાએ દોરડું ખોલ્યું અને તે ત્યાંથી ભાગતી ભાગતી ગામમાં પહોંચી હતી. બહાર નીકળતા જ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસે આરોપીઓની તપાસ હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.