જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)માં આતંકવાદીઓના ખાત્મા માટે સુરક્ષા દળો સતત સક્રિય છે. ફરી એકવાર સુરક્ષા દળો મોટા સર્ચ ઓપરેશનમાં લાગેલા છે અને આ દરમિયાન તેઓએ એક છુપાયેલા આતંકવાદીને પણ ઠાર કર્યો છે. માનવામાં આવે છે કે આ વિસ્તારમાં હજુ એકથી બે વધુ આતંકીઓ હાજર છે. આ સર્ચ ઓપરેશન અવંતીપોરાના બડગામ વિસ્તારમાં ચાલી રહ્યું છે. આ સાથે જ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.
એક આતંકવાદી માર્યો ગયો:
કાશ્મીરના આઈજીપી વિજય કુમારે કહ્યું કે અવંતીપોરાના બડગામ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે હજુ પણ અથડામણ ચાલી રહી છે અને આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. જો કે આ વિસ્તારમાં એકથી બે આતંકીઓ હાજર હોવાની આશંકા છે.
સુરક્ષા દળોને મળેલી વિશેષ બાતમી બાદ, આ વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. આ પછી સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી, જેમાં એક આતંકી માર્યો ગયો. આ પહેલા 1 ડિસેમ્બરે પુલવામા જિલ્લાના કસબાયર રાજપોરા વિસ્તારમાં સેના અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં પણ આપણા બહાદુર જવાનોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.