મોટાભાઈએ કહ્યું કે આટલી ઉમરે દારુ ન પીવાય, તે વાતનું માઠુ લાગી જતા નાનાભાઈએ ટ્રેન સામે પડતું મુક્યું

સુરત(Surat): શહેરના ભેસ્તાન(Bhestan) રેલવે ટ્રેક ઉપર સચિન(Sachin) વિસ્તારના એક યુવાને ટ્રેન સામે ઝંપલાવીને મોતને વ્હાલું કરી લીધું હતું. ભાઈએ દારૂ ન પીવા બાબતે ઠપકો આપ્યો હતો અને મોનુએ આવું પગલું ભર્યું હોવાનું મોટાભાઈ સોનુંએ જણાવતા કહ્યું હતું. ભાઈએ જણાવતા કહ્યું હતું કે, 10 દિવસથી દારૂ પીવાની કુટેવ સામે આવી હતી. 22 વર્ષની ઉંમરે દારૂ પીવું યોગ્ય ન કહી શકાય. એવો ઠપકો આપીને તેને સમજાવ્યો જ હતો ને દુકાન પરથી અચાનક ગાયબ થઈ ગયાના 30 મિનિટમાં જ ટ્રેન સામે પડતું મુકીને અંતિમ પગલુ ભર્યું હતું, આ કંઈ દારૂ પીવાની કે આપઘાતની ઉંમર ન હતી, તેની સગાઈની વાત ચાલતી હતી અંદાજે તે પાક્કું જ હતુ. મોનુના આપઘાતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

ખોટું લાગતાં ટ્રેન સામે મુક્યું પડતું: સોનું વિશ્વકર્માએ જણાવતા કહ્યું હતું કે, મોનુ મારો નાનો ભાઈ હતો અને તે મીલમાં નોકરી કરતો હતો. 10 દિવસથી જ દારૂ પીતો હોવાનું અને એ પણ દિવસ દરમિયાન તે અંગેની ખબર પડી હતી. વારંવાર મારા દ્વારા કહેવામાં આવ્યું કે, શું પ્રોબ્લેમ છે. પણ કશું બોલી રહ્યો ન હતો. ગુરુવારના રોજ બપોરે દારૂ પીને દુકાન પર આવ્યો હતો. બસ એ વાતને લઈને મે તેને સમજાવ્યો હતો કે, દારૂ પીને જો દુકાન પર આવીશ તો ગ્રાહક નહિ આવે, મમ્મીએ કહ્યું હતું કે, આવું કેમ કરે છે, બસ એ વાતનું માઠું લાગી જતા નજર ચૂકતા જ દુકાન પરથી ચાલવા લાગ્યો હતો. અમે શોધખોળ પણ કરી, ફોન કર્યા તો કહેતો હતો કે હું હમણાં આવું છું, 30 મિનિટ પછી ભેસ્તાન રેલવે સ્ટેશન પરથી ફોન આવ્યો ત્યારે જાણકારી મળી કે, મોનુ ટ્રેનની અડફેટે આવ્યો છે.

સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો: રેલવે ટ્રેક પરથી ઇજાગ્રસ્ત મોનુને 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં લઈ આવ્યા તો ગણતરીની મિનિટોમાં જ તે મોતને ભેટ્યો હતો. અમે કાનપુરના રહેવાસી છીએ. ત્રણ ભાઈઓમાં મોનુ બીજા નંબરનો દીકરો હતો અને ભાડાની દુકાનમાં કરિયાણાની દુકાન શરુ કરી હતી. પત્નીને પ્રસુતી થઈને માત્ર 7 દિવસ જ થયા હતા. નામ કરણ વિધિ પહેલા જ ભાઈએ આવું પગલું ભરી લેતા પરિવાર શોકમાં સરી પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *