ગુજરાત(Gujarat): રાજ્યમાં અવાર નવાર અનેક અકસ્માત(Accident)ની ઘટનાઓ સામે આવતી રહે છે, આ અકસ્માતની ઘટના દરમિયાન અનેક લોકોના મૃત્યુ થાય છે. થોડી પણ બેદરકારી પોતાના જીવને તો જોખમમાં મુકે છે સાથે અન્ય નિર્દોષ લોકોને પણ આનો ભોગ બનવું પડે છે. ત્યારે આવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે.
તલોદના બદામકંપા પાસે મંગળવારના રોજ સવારે 10 વાગ્યાની આજુબાજુ કારચાલકે બાઈક નં. GJ 09 DC 6843ને જોરદાર ટક્કર મારતાં બાઇકસવાર અને ચાલક બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા. પોલીસ સૂત્રો ના જણાવ્યા મુજબ વાવ ગામના બાઈકચાલક મહેન્દ્રસિંહ રંગસિંહ રાઠોડ અને મહેન્દ્રસિંહ અગરસિંહ મકવાણા (ઉ.વ.40) વાવ ગામથી તલોદમાં ચૂંટણીના પરિણામ માટે આવતા હતા. આ દરમિયાન બદામકંપાની આજુબાજુ કારચાલકે ટક્કર મારતા બંનેના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
આ બન્ને વ્યક્તિઓને 108 મારફતે તલોદ સિવિલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર દ્વારા બંનેને મૃત જાહેર કર્યા હતા. આ અંગે પોપટસિંહ રંગુસિંહ રાઠોડે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીહતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, મહેન્દ્રસિંહ અગરસિંહ મકવાણા ચૂંટણી દરમિયાન વાવ પંચાયતમાં સરપંચ માટે ઉમેદવારી કરેલા પોતાના કૌટુંબીક કાકાના દીકરા કિરણસિંહ દલપતસિંહ સરપંચને મત આપવા માટે આવ્યા હતા. મૃતક પૂના મંદિરમાં ભગવાનની પૂજા-અર્ચના કરતા હતા. બંનેના મોત થતા વાવમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.