આજે ફરીએકવાર સોના ચાંદીના ભાવમાં થયો ઘટાડો- જાણો ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 અને 24 કેરેટ સોનાના ભાવ

આજના કારોબારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાની કિંમતમાં હજુ પણ તેના રેકોર્ડ સ્તરથી 8,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સોનું ખરીદવાનો આ યોગ્ય સમય છે. તમને જણાવી દઈએ કે, આજકાલ લગ્નની સીઝન ન હોવાને કારણે સોનાની માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

તેમજ વૈશ્વિક બજારોના નબળા સંકેતોને કારણે સોનાની કિંમતો વધી રહી નથી. ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર આજે સોનાનો ભાવ 48,280 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ખુલ્યો છે. તેમજ છેલ્લા ટ્રેડિંગ દિવસે તે 48,292 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયો હતો. તેમજ આજે સોનું 12 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ઘટાડા સાથે ખુલ્યું છે. જો કે, ત્યારબાદ પણ સોનું હજી પણ તેની ઓલ-ટાઇમ હાઈ કરતાં 7,920 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું વેચાઈ રહ્યું છે.

અમે તમને જણાવી દઈએ કે, સોનાએ ઓગસ્ટમ 2020માં તેની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી. તે દરમિયાન સોનું 56,200 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું. તેમજ આજે ચાંદીનો ભાવ 61,843 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલ્યો છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે ચાંદી 61,802 પ્રતિ કિલોગ્રામના દરે બંધ થઈ હતી. આમ આજે ચાંદીનો ભાવ 41 રૂપિયા પ્રતિ કિલોના વધારા સાથે ખુલ્યો છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો વેપાર થઈ રહ્યો છે. સોનું ફેબ્રુઆરી વાયદો રૂ.48ના વધારા સાથે રૂ.48,200ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. તે ઉપરણ ચાંદીનો માર્ચ વાયદો રૂ. 29ના વધારા સાથે રૂ. 62,340 પર ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે.

યુએસમાં સોનું $1.31ના વધારા સાથે $1,810.14 પ્રતિ ઔંસના દરે ટ્રેડ થઈ રહ્યું છે. બીજી તરફ, ચાંદી 0.17 ડોલરના વધારા સાથે 23.05 ડોલર પ્રતિ ઔંસના સ્તરે કારોબાર કરી રહી છે. મુંબઈમાં 22 કેરેટ સોનું રૂ. 47,300, 24 કેરેટ સોનું રૂ. 48,300, તેમજ ચાંદીની કિંમત રૂ. 62,400 છે. નાગપુરમાં 22 કેરેટ સોનું રૂ. 47,290, 24 કેરેટ સોનું રૂ. 48,290, તેમજ ચાંદીની કિંમત રૂ. 62,400 છે. નાસિકમાં 22 કેરેટ સોનું રૂ. 46,540, 24 કેરેટ સોનું રૂ. 49,070, તેમજ ચાંદીની કિંમત રૂ.62,400 છે. પટનામાં 22 કેરેટ સોનું રૂ. 46,540, 24 કેરેટ સોનું રૂ. 49,070, તેમજ ચાંદીની કિંમત રૂ.62,400 છે. પુણેમાં 22 કેરેટ સોનું રૂ. 46,540, 24 કેરેટ સોનું રૂ. 49,070, તેમજ ચાંદીની કિંમત રૂ. 62,400 છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *