અમેરિકામાં રહેતા ભારતીય બિઝનેસમેનની કરવામાં આવી ઘાતકી હત્યા- કારણ જાણીને પગ તળે જમીન સરકી જશે

વિશ્વ પ્રસિદ્ધ લેક સિટી ઉદયપુર(Udaipur)ના રહેવાસી બિઝનેસમેન(Businessman) બંસીલાલ સાહુની અમેરિકા(America)માં ઘાતકી હત્યા(Brutal murder) કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે લૂંટના ઈરાદે બદમાશોએ ભારતીય મૂળના બંસીલાલની હત્યા કરી હતી. બંસીલાલ તેમની પત્ની સાથે ગયા વર્ષે તેમની પુત્રીને મળવા અમેરિકા ગયા હતા. 62 વર્ષીય બંસીલાલ સાહુ ઉદયપુરના શાસ્ત્રી સર્કલ વિસ્તારના રહેવાસી હતા અને હોટેલીયર હતા. બંસીલાલની હત્યા બાદ તેના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે.

બંસીલાલની દીકરી નીલુ અમેરિકામાં રહે છે. બંસીલાલ સાહુ ગયા વર્ષે તેમની પત્ની કંચન સાથે તેમને મળવા અમેરિકા ગયા હતા. બંસીલાલની દીકરી ઓરેગોન સ્ટેટમાં રહે છે. આ ઘટના ભારતીય સમય અનુસાર શુક્રવારે રાત્રે બની હોવાનું કહેવાય છે. બંસીલાલના પરિવાર પાસેથી મળેલી માહિતી મુજબ, તે સમયે એક લૂંટારુ તેમના રૂમમાં ઘૂસ્યો હતો.

લડાઈમાં બંશીલાલ ઘાયલ થયા હતા, ત્યારપછી મૃત્યુ પામ્યા હતા:
કાચ તોડીને રૂમમાં પ્રવેશ્યો. જે બાદ લૂંટના ઈરાદે તોડફોડ કરી માર માર્યો હતો. હુમલામાં ઘાયલ બંસીલાલનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના બાદ જ્યારે અમેરિકન પોલીસને તેની જાણકારી મળી તો તે ઘટનાસ્થળે પહોંચી ગઈ. બંસીલાલના પરિવારના જણાવ્યા અનુસાર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. બંસીલાલ લગભગ 10 મહિના અમેરિકામાં હતા. ત્યાં તેમના જમાઈની હોટેલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

લૂંટારુ ડ્રગ્સનો વ્યસની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે:
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હુમલાખોર ડ્રગ્સનો બંધાણી હતો. જેના કારણે તેણે લૂંટના ઈરાદે બંસીલાલ પર હુમલો કર્યો હતો. હુમલાખોરને અમેરિકન પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. બંસીલાલના પરિવારના સભ્યો હાલમાં ઉદયપુરમાં વધુ માહિતી શેર કરી રહ્યાં નથી.

આ ચિંતા પરિવારને પરેશાન કરી રહી છે:
પરિવારજનોને ચિંતા છે કે જો મામલો વધુ ગરમ થશે તો બંસીલાલના મૃતદેહને અમેરિકાથી ઉદયપુર લાવવો મુશ્કેલ થઈ શકે છે. જોકે 2 દિવસની રજાના કારણે સોમવારથી બંસીલાલના પાર્થિવ દેહને ઉદયપુર લાવવાની પ્રક્રિયા શરૂ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *