આમ આદમી પાર્ટીમાં ભારોભાર નારાજગી, જીલ્લા પ્રમુખે આપી દીધું રાજીનામું- વાંચો શું લગાવ્યો ગંભીર આરોપ

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી અમરેલી(AAP Amreli) જિલ્લા યુવા પાંખ પ્રમુખ મુકેશ તેરૈયા(Mukesh Teraiya)એ આમ આદમી પાર્ટી(AAP)ની રાષ્ટ્ર વિરોધી વિચારધારાથી નારાજ થઈને પદ પરથી રાજીનામું આપી જિલ્લા ભાજપ(BJP) પ્રમુખ કૌશિક વેકરિયા(Kaushik Vekariya)ની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપ કાર્યલય ખાતે ભાજપનો ભગવો ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

આ તકે મહામંત્રી ભુપેન્દ્ર બસિયા, ઉપપ્રમુખ મગન કાનાણી, બક્ષીપંચ મોરચા પ્રમુખ રાજુભૂતૈયા, જીલ્લા પંચાયત સદસ્ય ભરત સુતરિયા, ભાજપ અગ્રણી જનક તળાવિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

મુકેશ તેરૈયાએ રાજીનામું આપતા જણાવ્યું હતું કે, હાલમાં મારી જવાબદારી અમરેલી જીલ્લા યુવા(યુથ વિંગ)ના પ્રમુખ પદ તરીકે સેવા આપું છું. પરંતુ આમ આદમી પાર્ટીની રાષ્ટ્ર વિરોધી વિચારધારા અને કાર્ય પ્રણાલીથી હું અસંતુષ્ટ છું અને ભાગલાવાદી વિચારધારામાં અને ખોટી કાર્ય પદ્ધતિથી નારાજ થઇ આજરોજ સંપૂર્ણ શુદ્ધ બુદ્ધિથી સંપૂર્ણ સભાન અવસ્થામાં રાજીનામું આપી રહ્યો છું. આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા યુવા પાંખ પ્રમુખ મુકેશ તેરૈયાએ રાજીનામું આપતા હવે રાજકારણમાં ગરમાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *