સુરત(ગુજરાત): બાળકોને ઈમરજન્સી સેવાઓની માહિતી આપવી કેટલું ફાયદાકારક હોઈ શકે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ સુરત(Surat)માં જોવા મળ્યું જ્યારે 7 વર્ષના બાળકની સમજદારીથી માતાને જીવનદાન મળ્યું. ખરેખર, માતાને હાર્ટ એટેક(Heart attack) આવ્યો હતો અને તે બેહોશ થઈ ગઈ હતી. આ અંગે પુત્રએ તાત્કાલિક મોબાઈલ 108 પર ફોન કરીને એમ્બ્યુલન્સ(Ambulance)ને જાણ કરી હતી. 5 મિનિટમાં એમ્બ્યુલન્સ આવી અને મહિલાને સિવિલ હોસ્પિટલ(Civil Hospital) લઈ જવામાં આવી. જેથી તાત્કાલિક સારવાર મળતા માતાનો જીવ બચી ગયો હતો.
માતાને હાર્ટ એટેક આવ્યો ત્યારે 7 વર્ષના બાળકની એક્ટિવિટી જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ડોક્ટરોએ કહ્યું કે, આટલી નાની ઉંમરમાં આટલી માહિતી હોવી એ મોટી વાત છે. જો 1 કલાકનો વિલંબ થયો હોત તો કદાચ મહિલાએ જીવ ગુમાવ્યો હોત. તમારા બાળકોને મોબાઈલ વિશેની માહિતી કેવી રીતે આપવી, તે આ બાળક પાસેથી શીખી શકાય છે. હાલ મહિલાની સારવાર ચાલી રહી છે. તેમની હાલત સ્થિર છે.
રાહુલે કહ્યું કે, એકવાર મારી બહેને કહ્યું હતું કે જો કોઈની તબિયત ખરાબ હોય તો 108 પર ફોન કરીને એમ્બ્યુલન્સ આવે છે. બીમાર મંજુએ જણાવ્યું કે પથરીની સમસ્યા છે. હું સારવાર માટે સુરત આવી છું. હું બેહોશ થઈ ગઈ હતી. જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તે હોસ્પિટલમાં હતી.
40 વર્ષીય મંજુ પાંડે યુપીના અયોધ્યાની રહેવાસી છે. તે ઉધના સંજય નગરમાં પતિ અને પુત્ર સાથે રહે છે. બુધવારે બપોરે તેને ઉલ્ટી થવા લાગી હતી અને તેના હાથ-પગ ધ્રૂજવા લાગ્યા હતા. તે બેહોશ થઈ ગઈ. આવી સ્થિતિમાં 7 વર્ષના પુત્ર રાહુલે તાત્કાલિક 108ને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી.
સિવિલમાં ફરજ પરના મેડિકલ ઓફિસર ડૉ. પ્રિયંકાએ જણાવ્યું કે, બાળક ખૂબ જ સ્માર્ટ છે. સામાન્ય રીતે આવા બાળકો મોબાઈલમાં ગેમ રમે છે અથવા કાર્ટૂન જુએ છે. મોબાઈલનો યોગ્ય ઉપયોગ કરવો, આ બાળક પાસેથી શીખી શકાય છે. રાહુલે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને તેની માતાનો જીવ બચાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.