ગુજરાત(Gujarat): રાજ્યમાં મહિલાઓ પર થઇ રહેલા દુષ્કર્મના કેસોમાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ઉંઝા(Unza) તાલુકાના એક ગામમાં 20 વર્ષની યુવતી સાથે ખેતરમાં દુષ્કર્મ(Mischief) આચરવામાં આવ્યું છે. હવસખોરે ઊંઝા તાલુકાના એક ગામમાં 20 વર્ષની યુવતીને તેનો ભાઈ અંધારામાં બહાર ફરતો હોવાનું ફોનમાં કહ્યું હતું અને ત્યારબાદ બળજબરી પૂર્વક યુવતીને ખેતરમાં ઢસડી જઇ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.
આ ઘટના પછી યુવતીએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતી સાથે દુષ્કર્મ આચરનાર યુવક કિરણજી સુદાજી ઠાકોર અને તેને મદદ કરનાર દિલીપ ચૌધરી નામના બે શખ્સ સામે ફરિયાદ પોલીસે દાખલ કરવામાં આવી છે.
આ ચકચારી ઘટના અંગે મળતી માહિતી અનુસાર, ઊંઝા તાલુકાના એક ગામની ઘટના હાલ ખુબ જ ચર્ચાનો વિષય બની રહી છે. ઉંઝા તાલુકાના એક ગામડામાં 20 વર્ષની યુવતીને તેનો ભાઈ અંધારામાં બહાર ફરતો હોવાનું ફોન કરીને કહી હવસખોરે સમગ્ર તખ્તો ઘડ્યો હતો. ત્યાર પછી તેણે ભાઈને લેવા આવવાના બહાને યુવતીને બહાર બોલાવી હવસખોર યુવકે બળજબરી પૂર્વક યુવતીને ખેતરમાં ઢસડી જઇ ઈજ્જત લુંટી હતી. યુવતી ઉપર દુષ્કર્મ આચર્યા પછી યુવતીને સિદ્ધપુર ખળી ચાર રસ્તા પાસે ઉતારી દેવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, દુષ્કર્મ આચરનાર યુવક કિરણજી સુદાજી ઠાકોર અને તેને મદદ કરનાર યુવક દિલીપ ચૌધરી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યુવતીએ ઊંઝા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી ને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.