‘પુષ્પા’ ફિલ્મ જોઇને એવું જુનુન ચઢ્યું કે, માસુમને છરીના ઘા જીંકી મોતને ઘાટ ઉતારી દીધો

દિલ્હી પોલીસે (Delhi Police) ત્રણ સગીરોની ધરપકડ કરી છે જેમણે ‘પુષ્પા’ (Pushpa) ફિલ્મ જોઇને ‘બદનામ ગેંગ’ (Badnam Gang)ના નામે પોતાની ગેંગ બનાવી અને પ્રખ્યાત થવા…

દિલ્હી પોલીસે (Delhi Police) ત્રણ સગીરોની ધરપકડ કરી છે જેમણે ‘પુષ્પા’ (Pushpa) ફિલ્મ જોઇને ‘બદનામ ગેંગ’ (Badnam Gang)ના નામે પોતાની ગેંગ બનાવી અને પ્રખ્યાત થવા માટે એક વ્યક્તિની હત્યા કરી. આરોપીઓએ હત્યાની ઘટના પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી. પોલીસનું કહેવું છે કે આરોપીઓનું કાવતરું હતું કે તેઓ આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર અપલોડ કરવાના હતા.

સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વીડિયો અપલોડ કરવાનો હેતુ માત્ર વિસ્તારમાં તેના નામનો ડર ઉભો કરવાનો નથી પરંતુ તેની આ ‘બદનામ ગેંગ’ થી લોકોમાં ડરનો માહોલ ઉભો કરવાનો હતો. ​પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે સગીરોને આ વિચાર ફિલ્મ પુષ્પા અને વેબ સિરીઝ ભૌકાલ જોયા પછી આવ્યો હતો.

શું છે સમગ્ર મામલો
19 જાન્યુઆરીએ જહાંગીર પુરી પોલીસ સ્ટેશનને ફોન આવ્યો કે એક વ્યક્તિને ખૂબ જ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જ્યારે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે પીડિતાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ પછી, મૃતકની ઓળખ શિબુ તરીકે થઈ.

‘પુષ્પા’ ફિલ્મ જોયા બાદ ગેંગ બની હતી
પહેલા તો પોલીસને ખબર પડી કે, આરોપીને પીડિતા સાથે કોઈ દુશ્મની નથી. આરોપીએ છેલ્લા કેટલાક દિવસોમાં પુષ્પા ફિલ્મ તેમજ વેબ સિરીઝ ભૌકાલ 2 જોઈ હતી. આ પછી પોતાની એક ટોળકી બનાવીને વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ઉભો કરવાની ઈચ્છા થઇ હતી.

આ પછી ત્રણેયએ પોતપોતાની ગેંગ બનાવી, જેનું નામ ‘બદનામ ગેંગ’ રાખ્યું. 19મીએ તેણે એક અજાણ્યા વ્યક્તિની છરી વડે હત્યા કરી હતી અને તેના એક સાથીદારે આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. તેઓ તેમના આ પ્લાનમાં સફળ થાય તે પહેલા દિલ્હી પોલીસે તેમને પકડી લીધા હતા. પોલીસે તે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે જેમાં સમગ્ર ઘટના રેકોર્ડ કરવામાં આવી હતી અને ગુનામાં વપરાયેલ છરી પણ તેમની પાસેથી મળી આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *