પિતાનો હાથ પકડીને જે દીકરીઓ ચાલતા શીખે છે, પિતા વહાલથી દીકરીઓને મોટી કરે છે તેમજ પિતા દીકરીને સમાજમાં પોતાના પગ પર ઊભા રહેતા શીખવે છે. ત્યારે તે જ 7 દીકરીઓએ પોતાના પિતાને કાંધા આપતી દેખાય આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કિસ્સો રાજસ્થાન(Rajasthan)ના બુંદી જિલ્લા(Bundi district)નો છે જ્યાં 7 દીકરીઓએ પિતાના મૃતદેહને કાંધ આપીને સ્મશાન લઇ ગઈ હતી. એટલું જ નહિ સ્મશાન લઇ ગયા બાદ 7 દીકરીઓએ પિતાના અંતિમ સંસ્કાર પણ કર્યા હતા. આ ઘટના જોતા હાજર તમામ લોકોના આંખોમાં આંસુ વહી રહ્યા હતા.
મૃતક 95 વર્ષીય હોવાનું કહેવામાં આવી રહ્યું છે, તેમજ તેનું નામ રામદેવ કલાલ છે. તે બીમાર હતા. જેના કારણે તેનું અવસાન થયું હતું. રામદેવ કલાલનું અવસાન મંગળવારની સવારે થયું હતું. તેઓ એક સાધારણ ખેડૂત હતા. તેમને 7 પુત્રીઓ છે. જેનું નામ સુવાલકા કાછોલા, કમલા દેવી, મોહિની દેવી, ગીતા દેવી, મૂર્તિ દેવી, પૂજા દેવી, શ્યામાં દેવી અને મમતા દેવી છે. પિતાના અવસાનની જાણ થતાની સાથે જ સાતેસાત પુત્રીઓ પિતાને કાંધ દેવા માટે પહોચી ગઈ હતી. 7 પુત્રીઓએ 95 વર્ષીય પિતાના અંતમિ સંસ્કાર સંપૂર્ણ રીતિ-રિવાજ અનુસાર કરાવ્યા હતા.
કહેવાય રહ્યું છે કે અંતિમ યાત્રા દરમિયાન દિકરીઓને પિતાને કાંધ આપતા જોઈને હદયદ્રાવક દ્રશ્ય જોવા મળ્યા હતા. 95 વર્ષીય રામદેવ કલાલની મોટી દીકરીએ જણાવ્યું હતું કે, ફક્ત 7 બહેનો જ છે તેમને કોઈ ભાઈ નથી. જયારે તેમની માતાનું નામ બુરીબાઈ છે જેમનું 5 વર્ષ પહેલા અવસાન થઇ ગયું હતું, ત્યાર બાદ તે 7 પુત્રીઓનો સહારો ફક્ત 95 વર્ષીય પિતા જ હતા પરંતુ પિતાના અવસાન બાદ હવે કોઈ પણ રહ્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.