સુરત (Surat) શહેરમાં વધુ એક સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું છે. અવારનવાર પોલીસને બાતમી મળતા સ્પાની આડમાં ચાલતાં કુટણખાનાનો પર્દાફાશ થતો રહે છે, હાલ ફરી એક વખત સુરત શહેરના વેસુ (Vesu) વિસ્તારમાં ધમધમી રહેલા કુટણખાનાનો પર્દાફાશ થયો છે.
મળતી માહિતી અનુસાર, વેસુ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત સફલ સ્ક્વેર (Safal Square) માં છેલ્લા કેટલા સમયથી કુટણખાનું ધમધમી રહ્યું હતું. પોલીસને બાતમી મળતા આ સ્પામાં છાપો માર્યો હતો. તે દરમિયાન અંદર છ મહિલાઓ સહીત ચાર ગ્રાહકો કઢંગી હાલતમાં હતા.
છાપો મારતા પોલીસને કુટણખાના માંથી છ મહિલાઓ સહિત ચાર ગ્રાહકો ઝડપાયા હતા. આ દરેકને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે ઝડપાયેલા દરેક ગ્રાહકો શ્રીમંત ઘરના છે. પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, ઝડપાયેલા છ મહિલાઓમાંથી કેટલીક મહિલાઓ થાઈલેન્ડ થી ટુરિસ્ટ વિઝા લઈને ભારત આવી હતી. અહીં આવી કુટણખાનામાં કામ કરતી છ જેટલી મહિલાઓની પોલીસે અટકાયત કરી છે.
જાણવા મળ્યું છે કે, સંચાલક માલિક ટુરિસ્ટ વિઝા પર યુવતીઓને ભારત બોલાવતો હતો અને દેહ વ્યાપારનો ધંધો કરાવતો હતો. અઠવાડિયા પહેલા મેચિંગ સેલ દ્વારા પણ આવા જ એક સ્પા પર છાપો મારવામાં આવ્યો હતો. સુરત શહેરમાં દિવસે ને દિવસે દેહવ્યાારનો વેપલો વધી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.