આને કહેવાય ‘વેલેન્ટાઈન ડે’ ની સાચી ઉજવણી- સુરતમાં પત્નીએ પોતાનું 70% લિવર આપી પતિને નવજીવન આપ્યું

સુરત(SURAT): 14 ફેબ્રુઆરી એટલે “વેલેન્ટાઈન ડે” આજના દિવસે સુરતા શહેરમાં પત્નીએ પોતાનું 70% લિવર પતિને આપીને અતૂટ પ્રેમનું ઉદાહરણ કહી શકાય છે. પ્રેમમાં બંધાયેલા ફોરમ અને શિરેને વર્ષ 2007માં કોર્ટમાં લગ્ન કરી નવજીવનની શરૂઆત કરી હતી. ફોરમ ઈચ્છતી હતી કે, બંને લગ્ન કરે એ પહેલા એકબીજાને સારી રીતે ઓળખી લે. સુરતમાં રહેતા ફોરમ અને શિરેન અંજીરવાલાનો પ્રેમ આજના યુવાનો માટે એક ઉતમ ઉદાહરણ બન્યું છે.

ફોરમ ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં કાર્યરત હતી. જયારે શિરેન આઇટી ક્ષેત્રમાં કાર્યકિર્દી બનાવી રહ્યો છે. 2005માં બન્નેની મુલાકાત થઈ હતી. લગ્ન બાદ દિવસે ને દિવસે તેમનો પ્રેમ વધતો ગયો હતો. પરંતુ વર્ષ 2020માં જ્યારે કોરોનાના કેસો પીક પર હતા, ત્યારે શિરેનની તબિયત લથડી હતી. ડોક્ટરો પાસે તપાસ કરાવતા ખબર પડી કે, શિરીનને લિવર સીરોસીસ નામની જીવલેણ બીમારી છે. લિવર ટ્રાન્સપ્લાન્ટ સિવાય અન્ય કોઈ ઉપાય નથી.

પત્નીએ પોતાનું 70% લિવર આપી પતિને આપ્યું નવજીવન ફોરમે જણાવ્યું હતું કે, કોરોનાકાળ ચાલી રહ્યો હતો. ડોક્ટરો કહેતા કે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે અને કોરોનામાં ઈન્ફેક્શન વધવાની શક્યતાઓ પણ છે, અમે લિવર મેળવવા માટે રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. પરંતુ ખૂબ જ લાંબુ વેઇટિંગ ચાલી રહ્યું હતું. તેથી આ માટે મેં મારી તમામ મેડિકલ પ્રક્રિયા શરૂ કરી કે, જો મારું લિવર શિરીનને મેચ થઈ જાય તો, હું ટ્રાન્સપ્લાન્ટ કરાવવા પણ તૈયાર હતી. મેડિકલ તપાસમાં મારું લિવર શિરેનમાં મેચ થઈ જતા મારી ખુશીનો કોઈ પાર નહોતો. મારામાં વિશ્વાસ આવી ગયો કે, હવે મારો શિરેન બચી જશે. મારુ 70% લિવર શિરેનને આપ્યું.

સારવાર માટે મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, 15 દિવસ સુધી શિરેન અને 7 દિવસ હું હોસ્પિટલમાં દાખલ હતા. મને આનંદ છે કે, હું જેને સૌથી વધુ પ્રેમ કરું છું તેના માટે હું કઈ પણ કરી શકું છું. મારા માટે સિરેનને પ્રેમની એક નાનકડી ભેટ છે. અમારા બન્ને નો પ્રેમ એટલે જ અતૂટ છે કે, હવે હૃદય બાદ લિવરથી પણ જોડાય ગયા છે. બસ હું દરેકને એક જ મેસેજ આપું છું કે, લગ્ન સંબંધની સાચી ભેટ જ પ્રેમ છે, અને પ્રેમ માટે કઈ પણ કરી શકીએ એ જ એક સારું દંપતી કહેવાય છે.

ફોરમે મારો જીવ બચાવ્યો: શિરેન મુંબઈની હોસ્પીટલમાંથી રજા મળ્યા બાદ શિરેને જણાવ્યું હતું કે, મારી પત્નીએ મારો જીવ બચાવ્યો છે, જે માટે હું તેનો આભારી છું. લિવર રોગથી ગ્રસ્ત હતો. બીજી બાજુ લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે લાખો રૂપિયાનો ખર્ચ પણ થવાનો હતો. એક તરફ મારી તબિયત અને બીજી તરફ ખર્ચને લઇ મારી પત્ની ચિંતિત હતી. પણ તેણે બહાદુરીપૂર્વક આ બંને સમસ્યાનો સામનો કરવાનો નિર્ણય કર્યો અને પોતાનું લિવર પણ ડોનેટ કર્યું અને સારવારનો તમામ ખર્ચ માટે પૈસા પણ ભેગા કર્યા.

શિરેને વધુમાં જણાવ્યું હતું કે, લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે અમારે સૌથી મોટી સમસ્યા પૈસાની હતી. કારણ કે, એમા ઘણો ખર્ચ કરવો પડે એમ હતો. અમને ચિંતા પણ હતી કે, આટલી મોટી રકમ અમે ક્યાંથી લાવીશું? સગા સંબંધી મદદ કરે તો પણ કેટલી કરે એટલે અમારી પ્રોપર્ટી પણ વેચવી પડી હતી. આજે હું ખુશ છું કે, મને ફોરમ જેવી પત્ની મળી જેણે પોતાની જિંદગીનો વિચાર કર્યા વગર મને લિવર આપીને નવજીવન આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *