બે વર્ષ અગાઉ કાશ્મીરનાં ઉરી બેઝ કેમ્પ પર લશ્કરી ડ્રેસમાં ઘુસી આવેલા આતંકવાદીઓએ નિ:શસ્ત્ર સૈન્ય જવાનો પર હૂમલો કરી દીધો. જેમાં 19 જવાનો શહીદ થઇ ગયા. આતંકવાદીઓની આ હરકતથી સમગ્ર દેશમાં સરકાર વિરોધમાં અસંતોષ વ્યાપી ગયો. જેના પ્રેશરથી સરકારે સર્જીકલ સ્ટ્રાઇક જેવું પગલું ઉઠાવ્યું અને અનેક આતંકવાદીઓને ઠાર મારીને ન માત્ર પોતાનાં જવાનોનો બદલો લીધો પરંતુ પાકિસ્તાનને પણ માત્ર બોલીને નહી એક્શન કરીને ચેતવણી આપી હતી.
ભારતીય જવાનોની શહાદત અને ત્યાર બાદ જવાનોની બહાદુરીભરી સર્જીકલ સ્ટ્રાઇક જેવા પગલાની વાર્તા પડદા પર લઇને આવી રહી છે ફિલ્મ ઉરી.. જેનું ટ્રેલર થોડા સમય પહેલા જ રીલિઝ થયું છે. ટ્રેલરની શરૂઆત તે વિઝ્યુઅલ્સ સાથે થાય છે જ્યારે ઉરીના બેઝ કેમ્પ પર હૂમલો થાય છે. આપણા 19 જવાનો શહીદ થાય છે. સેનામાં પણ આંતરિક રીતે આ ઘટના મુદ્દે ગુસ્સો ફાટી નિકળે છે. કઇ રીતે સૈન્ય અધિકારીઓ મળીને સર્જીકલ સ્ટ્રાઇકનું પ્લાનિંગ કરે છે. અને સફળ રીતે સ્ટ્રાઇક કરે પણ છે.
સર્જીકલ સ્ટ્રાઈક ફીલ્મમાં વિક્કી કૌશલ સેનાનાં તે અધિકારીનાં પાત્રમાં છે જેણે સર્જીકલ સ્ટ્રાઇકની જવાબદારી લીધી હતી. બીજી તરફ અભિનેત્રી યામી ગૌતમ ફિલ્મમાં એક ખુબ જ કડક તપાસ અધિકારી તરીકે જોવા મળે છે. ફિલ્મનાં ટ્રેલરમાં ખુબ જ દમદાર ડાયલોગ છે. જેવા કે ‘आज तक हमारी सहनशीलता को हमारी कमजोरी समझा जाता था, मगर अब नहीं.. ये नया हिंदुस्तान है, ये हिंदुस्तान घर में घुसेगा भी और मारेगा भी…’ બીજી તરફ ટ્રેલરની શરૂઆતમાં વિક્કી કૌશલનો દમદાર ડાયલોગ આવે છે જેમાં તે કહે છે કે ‘ फर्ज और फर्जी में बस एक मात्रा का अंतर है. अगर मैं अपने देश, अपने भाइयों के लिए अब नहीं लड़ा तो मैं अपनी नजरों में फर्जी बन कर रह जाउंगा..’
અહીં ઉલ્લેખનીય છે કે વિક્કીએ સર્બિયામાં આ ફિલ્મનું શૂટિંગ કર્યું છે. ફિલ્માં કમાન્ડર ઇન ચીફનો રોલ નિભાવવા માટે વિક્કીએ પોતાનું 20 કિલો વજન વધાર્યું છે. ઉપરાંત પરેશ રાવળ અજીત ડોભાલની દમદાર ભુમિકામાં જોવા મળશે.