સુરત(Surat): સુરત શહેરના પાસોદરા(Pasodra) વિસ્તારમાં ફરી એકવાર હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. આ ઘટના દરમિયાન એક પરણીતાએ આગ ચાંપી આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. પાસોદરામાં એક અઠવાડીયા પેહલા એક ઘટના ઘટી જેમાં એક દીકરીએ કેરોસીન છાંટી ને આપઘાત કર્યો હતો.
એક તરફી પ્રેમમાં અંધ બનેલ યુવક જયદીપ સરવૈયા (ગામ કેસવાળા) પરણીતાને સતત હેરાન પરેશાન કરતો હતો. સતત હેરાનગતિ કરતા પરિણીતાએ આપઘાત કર્યો હતો. આ પ્રકારની વધુ એક ઘટના બનતા પોલીસ કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે. હાલમાં સમગ્ર મામલે કામરેજ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પીડિત પરિણીતા ધારા રોહિતભાઇ રાદડીયા(રહે. સુરત)એ પોતાની આપવીતી જણાવી હતી.
પરિણીતાએ જણાવી પોતાની આપવીતી જુઓ વિડીયો:
સુરતમાં વધુ એક ગ્રીષ્માએ એકતરફા પ્રેમીથી કંટાળી કેરોસીન છાંટીને કર્યો આપઘાતનો પ્રયાસ- દીકરીની આપવીતી જાણીને હૈયું ચીરાય જશે pic.twitter.com/7n5Xe3hAs1
— Trishul News (@TrishulNews) February 21, 2022
કોઈક આવરા,લુખ્ખા,અસામાજિક તત્વો દ્વારા આ દીકરીને યેન કેન પ્રકારે હેરાન કરવામાં આવતી હતી એવી કલીપો પણ સોશિયલ મીડિયામાં ફરે છે. પોલીસ તપાસ કરીને સત્ય બહાર લાવવામાં આવશે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી ઓડિયો કલીપ:
દરેક સમાજની દીકરીયોએ આવા અસામાજિક તત્વો, લુખ્ખાઓ,આવરા,દારૂડિયા, ડ્રગ્સ લેનાર છોકરાઓ થી બચીને જ રહેવું જોઈએ. દીકરીઓ અને એમના પરિવારે આવી ઘટના ઘટે એ પેહલા પોલીસ માં અરજી કરવી જોઈએ અને કોઈ દીકરીને કોઈ જોડે કોઈ પણ સંબંધ હોય અને છોકરો એનો ગેરલાભ લઈને બ્લેકમેલ કરતો હોય તો પણ કોઈના બાપનો ડર રાખ્યા વગર પોલીસ ને જાણ કરવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.