રશિયન હુમલાઓને(Russian attacks) કારણે યુક્રેને(Ukraine) ઘણું બધું ગુમાવ્યું છે. હાલ તો યુક્રેનમાં બોમ્બ વિસ્ફોટોના(Bomb blasts) જ આવજો સંભળાઈ રહ્યા છે. આ અવાજથી માત્ર માણસો જ નહીં પરંતુ નિર્દોષ પ્રાણીઓની આંખો પણ ભીની થઈ ગઈ છે. હાલ યુક્રેનની સ્થિતિ ખુબ જ ખરાબ છે.
યુદ્ધની આવી સ્થિતિમાં પણ લોકો પોતાના પાલતુ પ્રાણીઓને છોડવા તૈયાર નથી. ત્યારે જ એક ભારતના વિદ્યાર્થીએ દિલ જીતી લે તેવું કાર્ય કર્યુ છે. મળતી માહિતી અનુસાર ભારતના આ વિદ્યાર્થીનું નામ ઋષભ કૌશિક છે. તે 3 વર્ષથી યુક્રેનમાં રહે છે અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે. તે તેના પાલતુ કૂતરા માલિબુ વિના ભારત પરત ફરવા તૈયાર નથી, તેથી તે યુક્રેનની રાજધાની કિવમાં એક બંકરમાં સંતાઈ ગયો.
યુદ્ધમાં બીજાનો જીવ લેવો અને પોતાનો જીવ બચાવવો સામાન્ય વાત છે, પરંતુ રિષભ જેવા ઘણા લોકો યુદ્ધની વચ્ચે પોતાના પાલતુ પ્રાણીઓને છોડવા માંગતા નથી. તેમને ડર છે કે તેઓ પોતાનો જીવ ગુમાવી શકે છે. આના કારણે ઘણા ભારતીય વિદ્યાર્થીઓએ તેમના પાલતુ પ્રાણીઓ વિના દેશમાં પાછા ફરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે ફ્લાઈટ માટે તેમનું પેપર વર્ક પૂરું થઈ રહ્યું ન હતું.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે તાજેતરમાં જ એક એડવાઈઝરી બહાર પાડી છે, જે મુજબ હવે ભારતીય વિદ્યાર્થીઓ તેમના પાલતુ પ્રાણીઓ સાથે ઘરે પરત ફરી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.