કોવીડ-૧૯ માં મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓને મરણોત્તર સહાય પેટે કર્મચારીના આશ્રીતોને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨૫ લાખની સહાય આપવા માટે, તા. ૦૮.૦૪.૨૦૨૦ ના રોજ ઠરાવ ક્રમાંક નંબર: પરચ -૧૦૨૦૨૦-૨૫૦-ક થી હુકમ કરવામાં આવ્યા હતા. સાથોસાથ કર્મચારીઓને મરણોત્તર સહાય પેટે કર્મચારીના આશ્રીતોને કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (PMGKP) અંતર્ગત તા.૨૮.૦૭.૨૦૨૧ના રોજ RS.US.Q.No.1002 થી રૂ. ૫૦ લાખની સહાય જાહેર કરવામાં આવેલ છે.
શહેરના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા કરવામાં આવેલ RTI અરજીમાં ચોકાવનારી માહિતી સામે આવી છે. માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત મળેલ માહિતી મુજબ સુરત મહાનગર પાલિકાના ૬,૬૩૩ જેટલા કર્મચારીઓ કોવિડ-૧૯ મહામારીના ભોગ બન્યા છે અને ૯૫ જેટલા કર્મચારીઓનુ મૃત્યુ પણ આ મહામારીથી થયું છે.
જે કર્મચારીઓ મહામારીનો ભોગ બન્યા છે, એ પૈકી 9 જેટલા કર્મચારીઓની મૃત્યુ પણ આ મહામારીમાં થયા છે. અને આપણે જોઈએ તો, બંને સંસ્થાઓ મળીને 104 જેટલા કર્મચારીઓ કોવીડ19 ના ભોગ બન્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પાઠવવામાં આવેલ માહિતી મુજબ કોવીડ-૧૯ અંતર્ગત મૃત્યુ પામેલા ૧૪ જેટલા કર્મચારીઓને પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત રૂ. ૫૦ લાખની સહાય આપવામાં આવી છે. અને ૧૦ જેટલા કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પેકેજ અંતર્ગત રૂ. ૨૫ લાખની સહાય આપવામાં આવી છે.
ફૂલ મળીને મહાનગરપાલિકા દ્વારા ૨૪ કર્મચારીઓને સરકારી સહાય આપવામાં આવી છે, ત્યારે ૭૧ જેટલા કર્મચારીઓના આશ્રીતો હજુ આ સહાયથી વંચિત છે. સુરત પોલીસ ખાતામાં કોવીડ-૧૯ અંતર્ગત મૃત્યુ પામેલા ૪ જેટલા કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પેકેજ અંતર્ગત રૂ. ૨૫ લાખની સહાય આપવામાં આવી છે. અન્ય ૪ જેટલા કર્માંચારીઓની દરખાસ્ત મંજૂરી અર્થે ગૃહ વિભાગને મોકલી આપવામાં આવી છે.
હજુ પણ આ યોજનાનો લાભ સુરત શહેર પોલીસ ખાતાના ૭૬ જેટલા કર્મચારીઓને મળ્યો નથી. કોવીડ-૧૯ માં મૃત્યુ પામેલા કોઈ પણ કર્મચારીને આ સહાય યોજનામાંથી દૂર ના રાખવા તથા યોગ્ય વળતર, સહાય તાત્કાલિક ધોરણે આપવા સંજય ઇઝાવાએ કાર્યવાહી કરવા મા.મુખ્યમંત્રી શ્રી, શ્રી ઋષિકેશ પટેલ (આરોગ્યમંત્રી શ્રી), શ્રીમતી નિમીષાબેન સુથાર (રાજ્ય કક્ષાના આરોગ્યમંત્રીશ્રી), ચીફ સેક્રટરી, શ્રીમતી શાહમીના હુસૈન કમિશ્નર ઓફ હેલ્થ, ગુજરાત રાજ્યને પત્ર લખીને માંગણી કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.