ગુજરાતના સપૂતે ઓઢ્યું તિરંગાનું કફન: છોટાઉદેપુરનો આર્મી જવાન જમ્મુ કાશ્મીરમાં થયો શહીદ

ગુજરાત(gujarat): આજથી બે દિવસ અગાઉ જ જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) માં આતંકવાદીઓ તથા સુરક્ષાદળો વચ્ચે થયેલ અથડામણમાં ગુજરાત (Gujarat) ના વીર સપૂતે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. છોટાઉદેપુર(Chhotaudepur) જિલ્લાના અલ્હાદપુરા ગામના આર્મી જવાનનું જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)માં અકસ્માતમાં અવસાન થવાની જાણ થતાં અલ્હાદપુરા(Alhadpura) સહિત છોટાઉદેપુર જિલ્લામાં શોકની લાગણી ફેલાઇ હતી. નિવૃતીના કાગળો પણ તૈયાર થઇ ગયા હતા. ગયા અઠવાડીએ જ દોઢ મહિનાની રજા મેળવ્યા બાદ ફરજમાં જોડાવા બોર્ડર પર પરત ગયા હતા.

મળતી માહિતી અનુસાર, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રામપુરા ગામના આર્મી જવાન બારીયા તુલસીભાઈ(Army Jawan Baria Tulsibhai) રયજીભાઈ આર્મીમાં 2001માં જોડાયા હતા. રયજીભાઈનો આ એકનો એક પુત્ર આર્મીમાં જોડાયો ત્યારે આખા ગામનો આ પહેલો યુવક હતો જે આર્મીમાં જોડાયો હોય.

અલ્હાદપુરા ગામમાં રવિવારે સવારે જ્યારે આર્મી જવાન તુલસીભાઈ શહીદ થયાના સમાચાર આવ્યા ત્યારે ગામમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. તેમના સાળા સંજયભાઇના જણાવ્યાનુસાર હજી ગયા સપ્તાહે તુલસીભાઈ દોઢ મહિનાની રજા ભોગવીને ગયા હતા. નિવૃત્તિ નજીક હોઈ કાગળો પણ તૈયાર થવા આવ્યા હતા. અકસ્માતમાં તેમને ઇજા થઇ હોવાની જાણ થતા તુલસીભાઈની પત્ની અને ભાઈ શ્રીનગર જવા રવાના થઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેઓ શહીદ થયા હોવાની સવારે ખબર આવી છે.એમને બે બાળકો છે.

શહીદ જવાન તુલસીભાઈના મિત્ર સંજયભાઈએ જણાવ્યા મુજબ, તુલસીભાઈ ખૂબ જ મિલનસાર વ્યક્તિ હતા. જ્યારે જ્યારે આવે અને ગામમાં નીકળે એટલે બધા સાથે પ્રેમથી બોલતા હતા. જ્યાં જે મળે એમની સાથે કલાક સુધી વાતો કરતા હતા. આજે તેઓ શહીદ થયાની જાણ થતા આખાય ગામમાં શોકની લાગણી ફેલાઇ ગઈ છે. બાળકોથી લઈને વૃધ્ધો સૌ કોઈ દુ:ખી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *