ગુજરાત(Gujarat): આપણે સૌ જાણીએ છીએ કે, વિષય જો હોય શ્રધ્ધાનો તો પુરાવાની શું જરૂર! આધુનિક યુગમાં પણ કેટલીક વાર આ પ્રકારના ચમત્કારો સર્જાતા રહેતા હોય છે. ખેડા(Kheda) જિલ્લાના વાસો(Vaso) તાલુકાના પલાણા(Palana) ગામે ગ્રામજનો દ્વારા હોળીના સળગતાં અંગારા ઉપર ચાલીને એક અલગ પ્રકારે જ હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે.
આ પરંપરા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે.પલાણા ગામની વસ્તી અંદાજે 5 થી 6 હજાર જેટલી છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. કેટલાક સમયથી લંડન-યુએસએ અને આફ્રિકામાં અહીંના રહેવાસીઓ સ્થાયી થયા છે. હોળીનો તહેવાર એટલે ગામમાં મેળા જેવો માહોલ સર્જાય છે. ગામના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી હોળી પ્રગટાવવામાં આવે છે. હોળીના દિવસે, તમામ ગ્રામજનો સાંજે છ વાગ્યે યુવા સરપંચ હાર્દિક બી.પટેલની આગેવાની હેઠળ ગ્રામ પંચાયત કચેરીએથી ભેગા થાય છે અને તમામ ગ્રામજનો ઢોલ-નગારા સાથે એકઠા થઈ બસ સ્ટેન્ડ ટાવર પાસે હોળી પ્રાગટ્ય સ્થળે પહોંચે છે.
ત્યાં ભૂદેવ દ્વારા વિધિવત પૂજા કર્યા બાદ સાંજે 7 વાગ્યે હોળી પ્રગટાવવામાં આવે છે. બધા ગામલોકો હોળીની પરિક્રમા કરીને ઘરે જાય છે. જ્યારે આ હોળી સંપૂર્ણ પ્રગટી ગયા બાદ યુવાનો દ્વારા આગના અંગારાને લોખંડના તાર વડે પાથરે છે. રાત્રે નવ વાગ્યે હોળીના સ્થળે ફરી ભેગા થયા પછી, યુવક-યુવતીઓ હસતાં-રમતાં મોટા અંગારા પર ચાલે છે.
જણાવી દઈએ કે, આ સળગતાં અંગારા પર ચાલતા ગ્રામજનોને જોવા માટે સમગ્ર ખેડા જિલ્લામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે. તેમજ હોળીને તહેવારને ધ્યાનમાં રાખીને અહિયાં એક સુંદર મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. હોળીના સળગતા અંગારા અંદાજે 35થી 40 ફુટ જેટલી ગોળાઈમાં હોળીના અંગારા ઉપર ગામના રહેવાસીઓ ચાલે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.