જાફરપુર (Jafarpur) કલાન વિસ્તાર (Kalan area)માં માતા અને પુત્રના પવિત્ર સંબંધોને કલંકિત કરતો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં 55 વર્ષની એક મહિલાએ તેના મોટા પુત્ર પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. પીડિતાના જણાવ્યા અનુસાર, આરોપી નશાની હાલતમાં ઘરે પહોંચ્યો હતો અને તેના પર હુમલો કર્યા બાદ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે તેનું મેડિકલ ચેક-અપ કરાવ્યું અને તેની ફરિયાદ પર કેસ નોંધ્યા બાદ આરોપીની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો.
મળતી માહિતી અનુસાર, આ 55 વર્ષીય મહિલા જાફરપુર કલાન વિસ્તારમાં તેના બે પુત્રો સાથે રહે છે. પોલીસને આપેલી ફરિયાદમાં મહિલાએ જણાવ્યું કે તેનો નાનો દીકરો 15 માર્ચની રાત્રે કામ પર ગયો હતો. રાત્રે તેનો મોટો દીકરો નશામાં ઘરે આવ્યો. જ્યારે તે રૂમમાં પ્રવેશ્યો તો તેણે ગંદી ગાળો બોલવાનું શરૂ કર્યું અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. જે બાદ આરોપીએ તેની સાથે મારપીટ કરવાનું શરૂ કરી દીધું હતું.
જ્યારે તેણે અવાજ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ તેના મોં પર ઓશીકું રાખીને તેનું મોં દબાવીને દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બીજા દિવસે પીડિતાએ આખી વાત પાડોશમાં રહેતી મહિલાને કહી. મહિલાએ ફોન કરીને પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પીડિતાને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. મહિલાનું પોલીસ સ્ટેશનમાં કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ મહિલાના નિવેદન પર પોલીસે મારપીટ, છેડતી, દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો કેસ નોંધ્યો હતો. પોલીસે કેસ નોંધી આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.