બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે પ.પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી સુરત સત્સંગ મંડળ દ્વારા નિર્દેશકશ્રી અમરશીભાઈ કણકોટીયાની સાથે અન્ય કાર્યકરો દ્વારા લાજપોર મધ્યસ્થ જેલના અધિકારીઓનો સંપર્ક કરીને તા. ૨૦/૮/૧૯ , મંગળવારના રોજ લાજપોર મધ્યસ્થ જેલ, સુરતમાં “આંતર ખોજ” શિર્ષક નીચે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
500 જેટલા કેદી ભાઈઓ તથા બહેનોની આ સભાનો પ્રારંભ ભગવાનના નામસ્મરણ તથા “વૈષ્ણવ જન તો તેને રે કહીએ” ભજનથી પૂજ્ય શ્રીનિવાસ સ્વામીએ કરાવ્યો હતો. ‘પ્રમુખસ્વામી મહારાજ દ્વારા વ્યસનમુક્તિ અને સદાચારવૃદ્ધિ’ વિષયક પ્રવચન 11 વર્ષના તૃષાર માણીયાએ રજૂ કર્યું હતું. ‘બી. એ. પી. એસ. નું વ્યસનમુક્તિ અભિયાન’ વિષય પર યોગેશભાઈ ગોટીએ વક્તવ્ય આપીને કેદી ભાઈઓને વ્યસનમુક્ત થવા પ્રેરણા આપી હતી.
પૂજ્ય મુનીવંદન સ્વામીએ આંતર ખોજ’ વિષયક પ્રવચન દ્વારા જેલીઓને જીવન પરિવર્તન માટે આંતર ખોજ કરવાનું માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, માણસ માત્ર ભૂલને પાત્ર હોઈ શકે પરંતુ ભુલ કરનાર કોઈ પણ વ્યક્તિ પોતાનું પરિવર્તન કરી શકે છે. જો સમર્થ ગુરુના માર્ગદર્શન પ્રમાણે અંતરદૃષ્ટિ કરીને પુરુષાર્થ કરે તો તે પરિવર્તન શક્ય છે . ભગવાન સ્વામિનારાયણ તથા પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞામાં વર્તીને ભુલ કરી બેઠેલા અનેક વ્યક્તિઓના પરિવર્તન થયા છે. વર્તમાન સમયે એવા મહાન સંત પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં એવા અનેક લોકોના પરિવર્તન થઈ રહ્યા છે.
સભાના અંતમાં તમામ કેદીઓના જીવન પરિવર્તન તથા તેઓની સુખાકારી માટે સંતો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. અનેકના સાથ સહકારથી યોજાયેલ આ કાર્યક્રમથી ઘણાબધા કેદીઓએ પોતાના જીવનમાં વ્યસનમુક્ત થઈ સારા વિચાર દ્વારા જીવન પરિવર્તન કરવાની પ્રેરણા પ્રાપ્ત કરી ધન્ય થયા હતા. કાર્યક્રમના અંતભાગમાં જેઓના સહકારથી આ કાર્યક્રમ યોજાયો તેવા શ્રી કે. એસ. પુનડીયા સાહેબ ( નાયબ અધિક્ષક, સુરત મધ્યસ્થ જેલ ) , શ્રી આર. ડી. શ્રીમાળી સાહેબ ( સીનીયર જેલર , સુરત મધ્યસ્થ જેલ ) અને શ્રી જે. આર. આહીર સાહેબ ( સીનીયર જેલર , સુરત મધ્યસ્થ જેલ ) તે સૌએ આ કાર્યક્રમથી પ્રભાવિત થઈને બી. એ. પી. એસ. સંસ્થા તથા ગુરુહરિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનો આભાર વ્યક્ત કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.