આ તારીખે આવશે PM કિસાનનો 11 મો હપ્તો, જો ન આવે તો તરત જ કરજો આ કામ

પીએમ કિસાન યોજના(PM Kisan Yojana)ના લાભાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. PM નરેન્દ્ર મોદી(PM Narendra Modi) ટૂંક સમયમાં PM કિસાનનો 11મો હપ્તો બહાર પાડશે. તેમજ તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ પણ ટ્વિટ(Tweet) કરીને ખેડૂતો માટે મોટી વાત કહી છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ‘દેશને આપણા ખેડૂત ભાઈઓ અને બહેનો પર ગર્વ છે. તેઓ જેટલા મજબૂત હશે, નવું ભારત તેટલું જ વધુ સમૃદ્ધ થશે. મને ખુશી છે કે પીએમ કિસાન સન્માન નિધિ અને કૃષિ સંબંધિત અન્ય યોજનાઓ દેશના કરોડો ખેડૂતોને નવી શક્તિ આપી રહી છે.

11મા હપ્તાના પૈસા ક્યારે આવશે?
નોંધનીય છે કે પીએમ કિસાન યોજના હેઠળ 1 એપ્રિલથી 31 જુલાઈ વચ્ચે ખેડૂતોને વર્ષના પ્રથમ હપ્તાના પૈસા આપવામાં આવે છે. તેમજ બીજા હપ્તાના પૈસા 1 ઓગસ્ટથી 30 નવેમ્બરની વચ્ચે આપવામાં આવે છે. આ ઉપરાંત ત્રીજા હપ્તાના પૈસા 1 ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલે કે આ મહિનામાં જ આગામી એટલે કે 11 હપ્તાના પૈસા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

આ રીતે સમસ્યા હલ કરો: 
PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, જો તમને કોઈ શંકા હોય અથવા કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય, તો તમે PM કિસાનના હેલ્પ લાઇન નંબર પર કૉલ કરીને અથવા મેઇલ આઈડી પર મેઇલ કરીને ઉકેલ મેળવી શકો છો. પીએમ કિસાનનો હેલ્પલાઇન નંબર- 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 પર સંપર્ક કરી શકાય છે. તમે તમારી ફરિયાદ ઈ-મેલ આઈડી (pmkisan-ict@gov.in) પર પણ મોકલી શકો છો. આ ઉપરાંત જે ખેડૂતોને હજુ સુધી આ યોજનાનો લાભ મળ્યો નથી, તેઓ સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જો તમે આ યોજના માટે અરજી કરી છે, તો તમે સૂચિમાં તમારા હપ્તાની સ્થિતિ પણ ચકાસી શકો છો.

યાદીમાં તમારું નામ આ રીતે તપાસો: 
1. સૌથી પહેલા તમે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in પર જાઓ.
2. હોમપેજ પર, તમે Farmers Cornerનો વિકલ્પ જોશો.
3. Farmers Corner વિભાગની અંદર, Beneficiaries Listના વિકલ્પ પર ક્લિક કરો.
4. હવે તમે ડ્રોપ ડાઉન યાદીમાંથી રાજ્ય, જિલ્લા, ઉપ જિલ્લા, બ્લોક અને ગામ પસંદ કરો.
5. આ પછી તમે ‘Get Report’ પર ક્લિક કરો.
6. ત્યાર પછી લાભાર્થીઓની સંપૂર્ણ સૂચિ દેખાશે, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.

તમારા હપ્તાની સ્થિતિ તપાસો: 
1. તમારા હપ્તાની સ્થિતિ જોવા માટે, તમે પહેલા PM કિસાનની વેબસાઇટ પર જાઓ.
2. હવે જમણી બાજુએ ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો.
3. આ પછી તમે Beneficiary Status વિકલ્પ પર ક્લિક કરો.
4. હવે તમારી સાથે એક નવું પેજ ખુલશે.
5. અહીં તમે તમારો આધાર નંબર, મોબાઈલ નંબર દાખલ કરો.
6. આ પછી તમને તમારા સ્ટેટસ વિશે સંપૂર્ણ માહિતી મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *