ગુજરાત(Gujarat): ખોડલધામ(Khodaldham)ના ચેરમેન નરેશ પટેલ(Naresh Patel)ની રાજકારણમાં એન્ટ્રીને લઇને ભારે અટકળો ચાલી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આગામી સમયમાં નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીની ચર્ચાઓ ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે. ત્યારે હવે હાર્દિક પટેલની જોવા મળી રહેલી નારાજગી વચ્ચે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ આગામી સમયમાં કોંગ્રેસમાં જોડાય તેવા સંકેતો મળી રહ્યા છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાર્દિક પટેલ(Hardik Patel) અને નરેશ પટેલ વચ્ચે રાજકોટ(Rajkot)માં આશરે અઢી કલાક સુધી બેઠક યોજાઇ હતી. ત્યારે રાજકારણના ગરમાવા વચ્ચે આ બેઠક એક નવા જ એંધાણો ને જન્મ આપી રહી હોય તેવું લાગી રહ્યું છે. ફક્ત એટલું જ નહિ પરંતુ બંને પાટીદાર નેતાઓની બેઠક ને લઈને અનેક અટકળો પ્રસરતી થઈ ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખોડલધામના નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા માટે હાર્દિક પટેલ દ્વારા ખૂબ જ પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેમા હાર્દિક પટેલ નરેશ પટેલ ને જાહેરમાં જ કોંગ્રેસમાં જોડાવા માટે આહ્વાન કર્યું હતું. પરંતુ ત્યાર પછી હાર્દિક પટેલની કોંગ્રેસ સાથે નારાજગી સામે આવી છે. જ્યારે આ બેઠકને લઈને ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે. શું હાર્દિક પટેલે નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા માટે આગ્રહ કર્યો હશે?
હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે?
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ને લઈને અનેક અટકળો તેજ થઇ ગઇ છે. એક બાજુ હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે તો બીજી બાજુ ભાજપમાં જવાના સંકેતો દેખાઈ રહ્યા છે. હાર્દિક પટેલે નરેન્દ્ર મોદીના ટ્વીટને રીટ્વીટ કરીને અનેક સવાલોને વેગવંતા બનાવ્યા છે.
રામ નવમીના દિવસે પીએમ નરેન્દ્ર મોદીના ટ્વીટ પર હાર્દિક પટેલે લખ્યું “જય સરદાર”. ત્યારે હાર્દિક આ પ્રકારની ગતિવિધિઓ શું સંકેત આપી રહી છે તે સવાલ પણ ઉદ્ભવ્યો છે. આ સાથે સાથે પીએમ મોદી દ્વારા અનાવરણ કરાયેલી પ્રતિમાની તસવીરો હાર્દિક પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં મૂકવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદના કોંગ્રેસના આદિવાસી કાર્યક્રમમાં પણ ગેરહાજર રહ્યા હતા. ત્યારે હવે હાર્દિક પટેલ કોંગ્રેસનો સાથ છોડશે તો ક્યાં જશે તેવી અટકળો એ જોર પકડ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.