મંદિરમાં એવું તો શું થયું કે, એક જ સાથે 11 લોકોના થયા કરુણ મોત- ‘ઓમ શાંતિ’

તમિલનાડુ(Tamil Nadu)ના તંજાવુર(Thanjavur) જિલ્લામાં એક મોટો અકસ્માત(Accident) થયો છે. એક ઉત્સવ દરમિયાન અહીં મંદિરનો રથ(Temple chariot accident) ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાયો હતો. આવી સ્થિતિમાં વીજ…

તમિલનાડુ(Tamil Nadu)ના તંજાવુર(Thanjavur) જિલ્લામાં એક મોટો અકસ્માત(Accident) થયો છે. એક ઉત્સવ દરમિયાન અહીં મંદિરનો રથ(Temple chariot accident) ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાયો હતો. આવી સ્થિતિમાં વીજ કરંટથી 11 લોકોના મોત(11 killed by electric shock) થયા છે. તેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટના ત્યારે બની જ્યારે ભક્તો મંદિરનો રથ ખેંચી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારની રાત્રે ભગવાન અય્યાપાના તહેવારની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તિરુચિરાપલ્લી સેન્ટ્રલ ઝોનના પોલીસ મહાનિરીક્ષક વી બાલકૃષ્ણને કહ્યું છે કે આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે.

કાર્યક્રમમાં સામેલ ભક્તો મંદિરના રથને રસ્તા પરથી ખેંચી રહ્યા હતા, ત્યારે રથને ખસેડતી વખતે તેમાં ઈલેક્ટ્રીક વાયર ફસાઈ ગયો હતો. જેના કારણે 2 બાળકો સહિત 11 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટનામાં અન્ય કેટલાક ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

માંડ માંડ બચ્યા કેટલાય લોકો:
કહેવામાં આવી રહ્યું છે કે, આ દુર્ઘટનામાં વધુ લોકોના જીવ ગયા હોઈ શકે છે. વાસ્તવમાં આ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પરના ખાડાઓમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી 50 જેટલા લોકો રથથી દૂર ઉભા હતા.
ઘાયલોને સારવાર માટે તાંજોરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે. હકીકતમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

તંજાવુર જિલ્લાના કાલીમેડુ મંદિરમાં દર વર્ષે આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન મધરાત 12 થી રથ ખેંચવાનું કામ શરૂ થાય છે, જે સવાર સુધી ચાલુ રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ અકસ્માતમાં 10થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *