સુરત(ગુજરાત): SOG અને મહિધરપુરા(Mahidharpura) પોલીસ દ્વારા ઓડિશા(Odisha)થી ટ્રેનમાં લાવેલા ગાંજાને ઝડપી પાડવામાં આવ્યો છે. ટ્રેનમાં 47 કિલો ગાંજો લાવવામાં આવ્યો હતો. સરથાણા(Sarthana) વિસ્તારમાં વોચ ગોઠવી કામરેજ(Kamaraj)થી સુરતમાં આવતી ઓટો રીક્ષા નં. GJ-05-8 V 6258 રોકી આરોપીની પૂછપરછ દરમિયાન ગાંજાનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પાલીગામ(Paligam) સચિન(Sachin) સુરત મૂળ ગામ મુસ્તફાબાદ(Mustafabad) તા. સદર થાના બક્સા જિ. જૌનપુર ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)થી પ્રતિબંધિત ગાંજો વજન 91 કિલો 469 ગ્રામ કુલ રૂપિયા 9,14,990 મળી આવ્યા હતા.
પકડાયેલા આરોપીની ઉંડી પૂછપરછમાં તેણે જણાવ્યું કે, સુરત પોલીસે ઉત્કલ નગર જુપડ્પટ્ટી વિસ્તારમાં નાર્દીક્સના ગુનાઓ નોંધ્યા છે અને ઘણા ડ્રગ માફિયાઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. ઓડિશામાં રહેતા વોન્ટેડ આરોપીએ સુરત શહેરની બહાર હાઇવે પર ગાંજાનો જથ્થો મોકલ્યો હતો જ્યાંથી તે તેના ભાગીદાર મારફત ઓટો રિક્ષામાં ગાંજો સપ્લાય કરતો હતો અને વોન્ટેડ આરોપી અશ્વિનીકુમાર વિસ્તારમાં વેચવા માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું.
મહિધરપુરા પોલીસને મળેલી વિગત મુજબ, આજે ઓરિસ્સાથી ટ્રેનમાં ગાંજાનો જથ્થો લાવનાર આરોપીઓ ટુકના સન્યાસી ગૌડા, પપુન જુરીયા શેઠી, શંકર સુરેન્દ્ર ગૌડા, સુશાના લગા ગમનગા, સનાતન ગોપાલ ગૌડા પાસેથી કુલ વજન 47912 કિલોગ્રામ જેની કિં.રૂ 4,79,120, તથા અંગ ઝક્કીના રોકડા રૂપિયા 2000 તથા મોબાઇલ ફોન નંગ- કિં.રૂ . 7, 500- મળી કુલ કિંમત રૂ. 4,88,620 ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગાંજાનો જથ્થો મોકલનાર ઓડીશા ખાતેના વોન્ટેડ આરોપીઓ અરૂણ તથા ઋષીકેશ દુર્યોધન ગૌડા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.