ચોટીલાના ડુંગરે સાક્ષાત બિરાજમાન છે માં ચામુંડા – આપે છે અપરંપાર પરચા, દર્શન માત્રથી દુર થાય છે દુઃખ

વિશ્વમાં ઘણા દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. જ્યાં ચમત્કારો સર્જાતા હોય છે. કેહવાય છે કે, ચોટીલાના ડુંગર પર માતા ચામુંડા સાક્ષાત બિરાજમાન છે. દેશ-વિદેશના અનેક લોકો અહી માતાના દર્શન કરવા માટે આવે છે. દુર દુરથી ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહી આવતા હોય છે.

આપણે સૌ જાણીએ જ છીએ કે, ચામુંડા માતા ઘણા હિન્દુઓના કુળદેવી છે. ચોટીલા એ રાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ સ્થાન પંચાલ તરીકે ઓળખાતું હતું. અહીં માતા ચામુંડાનું મંદિર છે. માતા ચામુંડાએ શક્તિના 64 અવતારો પૈકીનો એક અવતાર છે.

આપણા દેશમાં મોટાભાગના મંદિરો ડુંગરના શિખર પર જ આવેલા હોય છે. તેમ જ આ ચામુંડા માતાજીનું મંદિર પણ ચોટીલા ડુંગરના શિખર પર આવેલું છે. માતાજીના દર્શન કરવા માટે લોકોએ 1000-1200 પગથિયા ચડીને આવે છે અને ધન્યતા અનુભવે છે.

કહેવામાં આવે છે કે, આ ચોટીલા પર્વત હજારો વર્ષો જુનો છે અને આવું ઠાનપુરણ નામના પુસ્તકમાં લખાયુ છે. જાણવા મળ્યું છે કે, દેવી ભાગવત અનુસાર આ પર્વતવાળા વિસ્તારમાં ચંડ અને મુંડ નામના બે રાક્ષસનો ખુબ જ ત્રાસ હતો. આ દરમિયાન, ઋષિમુનિઓ દ્વારા આદ્યશક્તિને પ્રાથના કરવામાં આવી હતી કે, તમે આ બે રાક્ષસનો વધ કરો. ત્યારે જ તે યજ્ઞકુંડમાંથી બહાર પ્રગટ થયાં હતા અને ચંડ અને મુંડ નામના રાક્ષસનો સંહાર કર્યો હતો. ત્યારથી જ આ માતાજી ચંડી ચામુંડા તરીકે ઓળખાય છે.

થોડા સમય પહેલા તૌકતે વાવાઝોડાએ વિનાશ સર્જ્યો હતો. એ સમયે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં નુકશાન થયું હતું. પણ માતાજીના મંદિરમાં કોઈ પણ જાતનું નુકસાન થયું ન હતું. ચામુંડા માતાજીના મંદિરમાં ચમત્કાર થયો હોય તેવું લાગે છે. ચામુંડા માતાજીના દર્શન માત્રથી જ બધા ભક્તોના દુઃખો દૂર થાય છે અને તેમના જીવનની બધી જ મનોકામનાઓ માતાજી પુરી કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *