મોગલ માતાનું ધામ એટલે કે ભગુડા ધામ ભાવનગર જિલ્લામાં આવેલું છે. ભગુડા ધામ ભાવનગર જિલ્લાથી 80 કિલોમીટરના અંતરે આવેલું છે. લગભગ 450 વર્ષ પહેલાં મોગલ માતાએ નળ રાજાની તપોભૂમિમાં ભગુડા ગામની મુલાકાત લીધી હતી. મોગલ માતાજીના ચાર ધામમાંથી એક ભગુડાનું મોગલ ધામ છે. આજે અમે તમને ભગુડા ગામનો ઈતિહાસ જણાવવા જઈ રહ્યા છીએ.
લગભગ 450 વર્ષ પહેલા દુષ્કાળના કારણે આહીર સમાજના લોકો તેમના પરિવારના સભ્યો સાથે ગીરમાં ચાલ્યા ગયા હતા. ગીરની અંદર જઈને આહીર પરિવારની બે મહિલાઓ અને ચારણ પરિવાર વચ્ચે ખાસ સંબંધ બંધાયો હતો. ત્યારે ચારણ પરિવારની એક વૃદ્ધ મહિલા પોતાના ઘરે મોગલ માતાજીની પૂજા કરી રહી હતી. મોગલ માતા આહીર પરિવારના કલ્યાણ અને સલામતી માટે ચારણ પરિવારની વૃદ્ધ મહિલાએ આહીર પરિવારમાંથી મોગલ માતાને કાપડમાં આપ્યા હતા. જે બાદ આહિર પરિવારના બધા સભ્યો જે લોકો ગીરમાં ગયા હતા તે ફરીથી ભગુડામાં રહેવા ચાલ્યા ગયા હતા.
જણાવી દઈએ કે, ભગુડામાં આવીને આહીર પરિવારના લોકો દ્વારા વિધિવિધાન રીતે, મોગલ માતાની પૂજા કરવામાં આવી હતી. તેમજ આહીર પરિવાર દ્વારા પોતાના એક નળિયાવાળા મકાનની અંદર એક ગોખલો હતો, ત્યાં માતાજીની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારથી જ આહીર પરિવારને મોગલ માતા ઉપર ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ છે. ઘણા લોકોનું કહેવું છે કે, ભગુડા મોગલ ધામમાં આવીને જો કોઈપણ ભક્ત મનથી માતાજીનું સ્મરણ કરે છે તો માતાજી તેની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે છે.
ભગુડા માં આહીર પરીવારે જે નળીયા વાળા મકાન ના ગોખલામાં માતાજીની સ્થાપના કરી હતી. તે જગ્યા ઉપર 23 વર્ષ પહેલા એક મોટા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આજે આ મંદિર ભગુડાનું મોગલ ધામ તરીકે આખા વિશ્વમાં વિખ્યાત બન્યું છે. કહેવાય છે કે, ભગુડા મોગલ ધામમાં જે ભક્તો દર્શન કરવા માટે આવે છે તે લોકોને રહેવાની અને જમવાની વ્યવસ્થા મંદિરના ટ્રસ્ટી દ્વારા કરી આપવામાં આવે છે. લોકો પણ ખૂબ જ ભાવથી માતાજીના દર્શન કરવા માટે ભગુડા મોગલધામ આવે છે.
જણાવી દઈએ કે, મોગલ માતાજીના ચાર ધામ છે. જેમાંથી પહેલું ધામ ભિમરાણા ધામ, તેમજ બીજું ધામ ગોરયાલી, તેમજ મોગલ માતાજીનું ત્રીજું ધામ રાણેસર અને ચોથુ ધામ એટલે કે ભગુડા ધામ છે. ભગુડા ધામની વાત કરીએ તો અહી વૈશાખ સુદ ૧૨ના રોજ મોટો પાટોઉત્સવ ઉજવવામાં આવે છે. અહીની ખાસ વાત તો એ છે કે, ભગુડાની અંદર આજ સુધી એક પણ વખત ચોરીની ઘટના બની નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.