વડાલ(ગુજરાત): તાજેતરમાં જુનાગઢ(Junagadh)ના વડાલ(Wadal) નજીકની ખાનગી કેન્સર હોસ્પિટલ(Private Cancer Hospital)માંથી તબીબનો મૃતદેહ મળી આવ્યો હોવાનો ચક્ચારો કિસ્સો સામે આવ્યો છે. મૃતદેહને બાદમાં 108 દ્વારા સિવીલ(Civil)માં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબીનું હાર્ટએટેક(Heart Attack)ના કારણે મોત થયાનું જાહેર કરવામાં આવ્યું છે.
આ અંગે તાલુકા પીએસઆઇ એમ.આર.ડવે જણાવ્યું હતું કે, વડાલ નાજીક હિમાલયા કેન્સર હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલના બાથરૂમમાંથી 16 મેના બપોરના 12:45 વાગ્યાના અરસામાં એક તબીબનો મૃતદેહ મળી આવ્યો હતો.
તપાસ દરમિયાન આ તબીબીનું નામ ખિલન મુકેશકુમાર પટેલ(ઉ.વ. 39) હોવાનું અને તે હિમાલયા હોસ્પિટલમાં એનેસ્થેસીયાના ડોક્ટર હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તબીબના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે 108 દ્વારા સિવીલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આ તબીબનું હાર્ટએટેકના કારણે મોત થયું જાહેર કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન આ બનાવ અંગે મૃતક તબીબ ખિલન પટેલના મામા હરેશ અંબાલાલ જસાણે(ઉ.વ.61) એ રાત્રિના 1 વાગ્યે જાણવા જોગ અરજી કરતા પોલીસે એડી નોંધી વધુ તપાસ એએસઆઇ આંત્રોલીયાએ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.