પાટીદાર નેતા લાલજી પટેલે સરકારને આપી ચીમકી, કહ્યું અમારી આ માંગ સ્વીકારો નહીતર…

ગુજરાત(Gujarat): હાર્દિક પટેલ(Hardik Patel)ના કોંગ્રેસ(Congress) છોડવા પર ગુજરાતની રાજનીતિમાં જાણે ભૂકંપ આવી ગયો હોય તે પ્રકારના સમીકરણો જોવા મળી રહ્યા છે. ત્યારે આ રાજકીય બાબતો…

ગુજરાત(Gujarat): હાર્દિક પટેલ(Hardik Patel)ના કોંગ્રેસ(Congress) છોડવા પર ગુજરાતની રાજનીતિમાં જાણે ભૂકંપ આવી ગયો હોય તે પ્રકારના સમીકરણો જોવા મળી રહ્યા છે. ત્યારે આ રાજકીય બાબતો વચ્ચે સરદાર પટેલ ગ્રુપના લાલજી પટેલે(Lalji Patel) સરકાર સમક્ષ પાટીદાર સમાજની માંગો મૂકી છે.

લાલજી પટેલે કહ્યું છે કે, પાટીદાર અનામત આંદોલન(patidar anamat andolan) દરમિયાન પાટીદાર સમાજના યુવાનો સામે પોલીસ કેસો થયા હતા, જેમાં મુખ્યત્વે રાજદ્રોહના કેસ કરવામાં આવ્યા હતા. રાજદ્રોહના કેસ સહિત તમામ કેસ ઓગસ્ટ સુધીમાં પાછા ખેંચવા SPGના લાલજી પટેલ દ્વારા સરકાર સમક્ષ માગ કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ઓગસ્ટ સુધીમાં કેસ પાછા નહીં ખેંચવામાં આવે તો પાટીદાર સમાજ ભાજપને બદલે અન્ય પક્ષને સમર્થન જાહેર કરશે.

લાલજી પટેલે કહ્યું છે કે, જે પક્ષ મુદ્દા સાથે સહમત થશે તેને સમર્થન આપવામાં આવશે. પાટીદારો સામેના એક બાદ એક કેસ રાજ્ય સરકાર પરત ખેંચી રહી છે છતાં હજુ સુધી રાજદ્રોહ જેવા કેસ પાછા ખેંચવામાં આવ્યા નથી. ઉપરાંત જે 14 મૃતકો છે તેમના વારસદારોને સરકારી નોકરી આપવામાં આવે તે માગણી પણ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી નથી.

SPGના  નેતા લાલજી પટેલે ભાજપ સરકારને ચીમકી આપતા કહ્યું છે કે, અમે આવનાર ઓગસ્ટ મહિના સુધી રાહ જોઈશું, ત્યાં સુધીમાં પાટીદારો સામેના તમામ કેસ પાછા ખેંચવામાં આવે. ઉપરાંત 14 શહીદોના વારસદારોને સરકારી કે અર્ધસરકારી નોકરી આપવામાં આવે. જો આ માગ નહીં સ્વીકારવામાં નહિ આવે તો પાટીદાર સમાજ ભાજપની જગ્યાએ અન્ય પક્ષને સમર્થન જાહેર કરશે.

પોતાનો ફાયદો થાય તે માટે આંદોલન પછી કેટલાક લોકો રાજકારણમાં ગયા:
પાટીદાર સમાજનું અનામત મેળવવાનું આંદોલન કોઈ એક વ્યક્તિ દ્વારા થયું નથી, સમગ્ર સમાજ દ્વારા થયું છે. કોઈ એક વ્યક્તિ દ્વારા એવું કહેવામાં આવે કે, હું આંદોલનનો ચહેરો હતો, પણ લાખો લોકો જોડાયા અને આંદોલન સફળ થયું. આંદોલન બાદ જે લોકોએ રાજકારણમાં જવું હતું તે લોકો રાજકારણમાં ચાલ્યા ગયા અને પોતાનો ફાયદો લેવો હતો તેમણે પોતાનો ફાયદો પણ લઈ લીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *