કોલકાતા (Kolkata)ના શોબિઝ ઈન્ડસ્ટ્રી (Showbiz Industry)માંથી વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કોલકાતાની 3 મોડલના મોતનું રહસ્ય હજુ ઉકેલાયું ન હતું કે વધુ એક નવો કિસ્સો સામે આવ્યો છે. સ્ટ્રગલિંગ મોડલ(Struggling model) અને મેક-અપ આર્ટિસ્ટ(Make-up artist) સરસ્વતી દાસે(18) આપઘાત કર્યાના સમાચાર મળી આવ્યા છે. સમાચાર મળતાની સાથે જ ચકચાર મચી જવા પામી હતી.
મોડેલે કરી આત્મહત્યા!
મોડેલની લાશ કોલકાતાના કસ્બા વિસ્તારમાં સરસ્વતીના ઘરે લટકતી હાલતમાં મળી આવી હતી. આ મામલે પોલીસ તપાસ ચાલુ છે. પ્રાથમિક તપાસમાં આ આપઘાતનો મામલો જણાઈ રહ્યો છે. સરસ્વતી વ્યવસાયે મેકઅપ આર્ટિસ્ટ હતી. તે મોડલ બનવાનો પ્રયત્ન કરી રહી હતી.
29 મેના રોજ, ભારતી મલ્લિક (સરસ્વતીના માસી) એ પોલીસને ફોન કર્યો અને તેની ભત્રીજી સરસ્વતીની લાશ બેડરૂમના પંખા સાથે લટકતી હોવાની જાણ કરી. ભારતી મલિકે જણાવ્યું કે સરસ્વતીના મૃતદેહને તેની દાદી નીચે લાવ્યા હતા. આ પછી સરસ્વતીના સંબંધીઓ મૃતદેહને CNMC હોસ્પિટલ લઈ ગયા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ સરસ્વતીનું મોત થઈ ગયું હતું.
પોલીસે કેસની તપાસમાં જોતરાયેલ:
સરસ્વતી તેની દાદી સાથે બેડરૂમમાં સૂવા ગઈ હતી. બપોરે 1.30-2 વાગ્યાની આસપાસ સરસ્વતીના દાદી વોશરૂમ જવા માટે ઉભા થયા. પાછા આવ્યા પછી તેને રૂમમાં સરસ્વતી ન મળી. જ્યારે તે બીજા બેડરૂમમાં ગઈ તો તેણે સરસ્વતીનો મૃતદેહ પંખા પર લટકતો જોયો. સરસ્વતીએ દુપટ્ટામાંથી ફાંસો બનાવ્યો હતો. તેની દાદી તરત જ સરસ્વતીને નીચે ઉતારી અને તેને હોસ્પિટલ લઈ ગઈ. સરસ્વતીનો ફોન પોલીસે જપ્ત કરી લીધો છે. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે સરસ્વતી તેની માતા આરતી દાસ સાથે તેના મામાના ઘરે છેલ્લા 17 વર્ષથી રહેતી હતી. સરસ્વતીની માતા 17 વર્ષ પહેલા પતિથી અલગ થઈ ગઈ હતી. સરસ્વતીએ ધોરણ 10 પછી અભ્યાસ છોડી દીધો હતો. તે ટ્યુશન આપતી અને મોડલિંગનું કામ કરતી.
અહેવાલો અનુસાર, સરસ્વતી તેના સંબંધોને લઈને તણાવમાં હતી. હવે પોલીસ તપાસમાં જાણવા મળશે કે સરસ્વતીના મોત પાછળ તેમના સંબંધોની ખેંચતાણ હતી કે બીજું કંઈક. આ પહેલા વધુ ત્રણ મોડલની આત્મહત્યાના કિસ્સા સામે આવ્યા છે. સરસ્વતીનો કિસ્સો ચોથો છે. સતત બનતી આ ઘટનાઓએ લોકોને ચોંકાવી દીધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.