ડાયાબિટીસ(Diabetes): આયુર્વેદ (Ayurveda)માં ઇન્સ્યુલિન છોડ (Insulin plants)નું ઘણું મહત્વ છે. તેનું વૈજ્ઞાનિક નામ કેક્ટસ પિક્ટસ(Cactus Pictus) છે. તે ક્રેપ આદુ, કેમુક, ક્યુ, કિકંદ, કુમુલ, પાકર્મુલા અને પુષ્કરમુલા જેવા અન્ય નામોથી પણ ઓળખાય છે. તેના પાનનો સ્વાદ ખાટો હોય છે. જો કે, તે ચોક્કસપણે ડાયાબિટીસના દર્દીઓને રાહત આપી શકે છે.
શુગર કંટ્રોલ કરવામાં મદદરૂપ:
બ્લડ સુગરને કંટ્રોલ કરવા ઉપરાંત ઉધરસ, શરદી, સ્કિન ઇન્ફેક્શન, આંખનું ઇન્ફેક્શન, ફેફસાના રોગો, અસ્થમા, ઝાડા, કબજિયાત વગેરે રોગોમાં પણ તેનો ઉપયોગ થાય છે. એક પાન તમારા માટે અનેક પ્રકારના રોગોમાં ઉપયોગી સાબિત થઈ શકે છે.
બ્લડ શુગરના લક્ષણો:
જ્યારે બ્લડ સુગર વધે છે, ત્યારે વ્યક્તિ યોગ્ય રીતે સૂઈ શકતો નથી, ખૂબ તરસ લાગે છે, અસ્પષ્ટ દ્રષ્ટિ અને વારંવાર પેશાબ લાગે છે. બીજી બાજુ, બ્લડ સુગર ઘટે ત્યારે ધ્રુજારી, ભૂખ, પરસેવો, બેચેની અને ચીડિયાપણું અનુભવાય છે.
પાણી બ્લડ શુગરને પણ કંટ્રોલ કરશે:
બ્લડ શુગર લેવલ ઘટાડવાનો સૌથી સરળ ઉપાય પણ પાણી છે. જો તમે પાણી પીઓ છો તો તે તમારા શુગર લેવલને પણ કંટ્રોલ કરે છે. તમને જણાવી દઈએ કે કિડની શરીરમાંથી ટોક્સિન્સ અને ઇન્સ્યુલિનને પાણી દ્વારા બહાર કાઢવાનું કામ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.